માલ્ટાનો 'ફલેગ' ધરાવતી નાગરિક સ્ટીમરને હી-જેક કરવાનો પ્રયત્ન ભારતીય યુદ્ધ જહાજે નિષ્ફળ કર્યો
- એમ.વી. રીયાનના SOS પછી નેવીના વિમાને તેનું સ્થાન શોધી કાઢ્યું પછી યુદ્ધ જહાજે પાસે જઈ 'રીયાન' પર ચઢી ગયેલા ચાંચિયાઓને ખતમ કરી નાખ્યા
એડન : રાતા સમુદ્રમાં વિશેષત: ગલ્ફ ઓફ એડન અને સોક્રોટા ટાપુ આસપાસના જળ વિસ્તારમાં માલ્ટાનો ધ્વજ ફરકાવતાં મોટર-વેસલ 'રીયાન' પર ૬ અજ્ઞાાત ચાંચીયાઓ ચઢી ગયા હતા. આ સશસ્ત્ર ચાંચીયાઓએ સ્ટીમર ઉપર રહેલા કેપ્ટન, વાઈસ કેપ્ટન સહિત ૧૮ નાવિકો હતા. તેમને બંધક કર્યા. ભારતીય નૌકાદળનાં યુદ્દ જહાજ અને 'મેરી ટાઈમ' પેટ્રોલનાં વિમાનો જી.ર્ં.જી. પછી લગભગ તુર્તજ તે જહાજની નજીક પહોંચી ગયા હતા.
પ્રાપ્ય માહિતી પ્રમાણે શુક્રવારે મોડી સાંજે ભારતીય નૌકાદળ અને તેની સાથે રહેલાં વિમાનોને આ S.O.S. (સેવ-અવર-સોલ્સ)નો મેસેજ મળતાં તે નાગરિક સ્ટીમર એન.વી. રીયાન નજીક પહોંચી ગયા હતા અને એમ.વી. રીયાન પર પહોંચી પેલા ચાંચિયાઓને પરાસ્ત કરી દીધા હતા. તેવામાં સ્પેનનું પણ યુદ્ધ જહાજ આવી પહોંચ્યું હતું.
સ્પેનનું આ જહાજ યુરોપીયન યુનિયનના 'સોમાલી કાઉન્ટર પાઈરસી ફોર્સ' નીચે કાર્યરત હતું. પરંતુ ત્યાં સુધીમાં તો ભારતીય નૌકાદળનાં જહાજે તે સોમાલી ચાંચીયાઓનો ખેલ પાડી દીધો હતો.
આ ચાંચીયાઓ સોમાલિયાના અલગતાવાદી વિસ્તાર પુન્ટલેન્ડમાંથી આવ્યા હતા. તેઓ તેમની યમન સ્થિત હૈથી જૂથનો 'ધંધો' જ ચાંચીયાગીરીનો છે. તે સર્વ વિદિત છે.
બીજી તરફ સોમાલિયામાં વસતા સમજુ વર્ગના અગ્રણીઓમાં ચાંચીયાગીરીથી વિરૂદ્ધના છે, તે પૈકીના એક 'મુખ્તાર-મોહમ્મદ' જે સમુદ્ર તટ ઉપરનાં 'કવાન્ડાલા'નો રહેવાસી છે, તેણે ફોન ઉપર આ માહિતી આપી હતી.
Comments
Post a Comment