Lok Sabha Opinion Polls : 5 રાજ્યોમાં જાણો કયા પક્ષને કેટલી બેઠકો મળશે? સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ


Loksabha C Voter Survey : આગામી વર્ષ એપ્રિલ કે મે મહિના દરમિયાન લોકસભા ચૂંટણી થવાની શક્યતાઓ છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024એ પૂર્ણ થશે. લોકસભા ચૂંટણી 2024ની તૈયારીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષ તનતોડ મહેનત કરી રહ્યા છે.

સૂત્રોના અનુસાર, ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં મોટી જીત દાખલ કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ પાર્ટીના પ્રમુખ નેતાઓ સાથે વોટ ટકાવારી 10 ટકા વધારવાની દિશામાં કામ કરવા માટે કહ્યું છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 37 ટકાથી વધુ અને તેના નેતૃત્વ વાળા NDAને અંદાજિત 45 ટકા વોટ મળ્યા હતા.

ત્યારે, શનિવાર (23 ડિસેમ્બર)એ પાર્ટીની બે દિવસીય મંથન બેઠકના સમાપન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ અધ્યક્ષોને કહ્યું કે, ભાજપનું એવું પ્રદર્શન હોવું જોઈએ કે, વિપક્ષ સ્તબ્ધ થઈ જાય.

બીજી તરફ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શનિવારે 12 મહાસચિવો અને 12 પ્રદેશ પ્રભારીઓની નિમણૂંક કરી.

લોકસભા ચૂંટણીને લઈને ABP ન્યૂઝના C-Voterએ પહેલો ઓપિનિયન પોલ કર્યો છે, જેમાં પાંચ રાજ્ય- મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટક અને તેલંગાણાની લોકસભા સીટો અને વોટ શેરને લઈને અંદાજ લગાવાયો છે. લોકોએ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. મધ્યપ્રદેશમાં લોકસભાની 29 બેઠકો, છત્તીસગઢમાં 11, રાજસ્થાનમાં 25, કર્ણાટકમાં 28 અને તેલંગાણામાં 17 બેઠકો છે. આ પાંચેય રાજ્યોની કુલ બેઠકો 110 થાય છે.

C-Voterના ઓપિનિયન પોલના અનુસારના આંકડા

મધ્યપ્રદેશનું ઓપિનિયન પોલ - કઈ પાર્ટીને મળી શકે છે કેટલી બેઠકો?

  • ભાજપ - 27-29 બેઠક
  • કોંગ્રેસ - 0-2 બેઠક
  • અન્ય - 0-0 બેઠક
  • કુલ બેઠક - 29

મધ્યપ્રદેશમાં કોને કેટલા વોટ મળશે?

  • ભાજપ - 58%
  • કોંગ્રેસ - 36%
  • અન્ય - 6%
  • કુલ બેઠક - 29

છત્તીસગઢનું ઓપિનિયન પોલ - કઈ પાર્ટીને મળી શકે છે કેટલી બેઠકો?

  • ભાજપ - 9-11 બેઠક
  • કોંગ્રેસ - 0-2 બેઠક
  • અન્ય - 0-0 બેઠક
  • કુલ બેઠક - 11

છત્તીસગઢમાં કોને કેટલા વોટ મળશે?

  • ભાજપ - 55%
  • કોંગ્રેસ - 37%
  • અન્ય - 8%
  • કુલ બેઠક - 11

રાજસ્થાનનું ઓપિનિયન પોલ - કઈ પાર્ટીને મળી શકે છે કેટલી બેઠકો?

  • ભાજપ - 23-25
  • કોંગ્રેસ - 0-2
  • અન્ય - 0-0
  • કુલ બેઠક - 25

રાજસ્થાનમાં કોને કેટલા વોટ મળશે?

  • ભાજપ - 57%
  • કોંગ્રેસ - 34%
  • અન્ય - 9%
  • કુલ બેઠક - 25

કર્ણાટકનું ઓપિનિયન પોલ - કઈ પાર્ટીને મળી શકે છે કેટલી બેઠકો?

  • ભાજપ+ - 22-24 બેઠક
  • કોંગ્રેસ - 4-6 બેઠક
  • અન્ય - 0-0 બેઠક
  • કુલ બેઠક - 28

કર્ણાટકમાં કોને કેટલા વોટ મળશે?

  • ભાજપ+ 52%
  • કોંગ્રેસ - 43%
  • કુલ બેઠક - 28

તેલંગાણાનું ઓપિનિયન પોલ - કઈ પાર્ટીને મળી શકે છે કેટલી બેઠકો?

  • ભાજપ - 1-3 બેઠક
  • કોંગ્રેસ - 9-11 બેઠક
  • BRS - 3-5 બેઠક
  • અન્ય - 1-2 બેઠક
  • કુલ બેઠક - 17

તેલંગાણામાં કોને કેટલા વોટ મળશે?

  • ભાજપ - 21%
  • કોંગ્રેસ - 38%
  • BRS - 33%
  • અન્ય - 8%
  • કુલ બેઠક - 17

નોટ: ABP ન્યૂઝ માટે C-Voterએ 2024નો પહેલો ઓપિનિયન પોલ કર્યો છે. સર્વેમાં તમામ 543 લોકસભા બેઠકો પર 13,115 લોકો સાથે વાત કરી છે. સર્વે 15 ડિસેમ્બર વચ્ચે કરાયું છે. જેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3થી પ્લસ માઈનસ 5 ટકા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો