રામભક્તો માટે ખુશખબર! અમદાવાદથી અયોધ્યા વચ્ચે નોન સ્ટોપ ફલાઈટ, આ તારીખથી ભરશે ઉડાન


Non Stop Flight Ahmedabad to Ayodhya| અયોધ્યામાં રામમંદિર તૈયાર થવાની અણીએ છે ત્યારે રામલલ્લાની મંદિરમાં સ્થાપના કરવાને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લા મંદિરમાં સ્થાપિત કરાશે તેવી પણ માહિતી છે. આ સૌની વચ્ચે ભવ્ય સમારંભને નિહાળવા દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. ગુજરાતથી આ કાર્યક્રમમાં સામેલ થવા જનારા લોકોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. 

11 જાન્યુઆરીથી નોન સ્ટોપ ફ્લાઈટ

માહિતી અનુસાર ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન 11 જાન્યુઆરીથી થશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે. 

કેટલું ભાડું નક્કી કરાયું? 

માહિતી અનુસાર આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે. આ ફ્લાઈટ માટે ભક્તોએ મહત્તમ ભાડું 3999 જ ચૂકવવાનું રહેશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો