રેલવે સ્ટેશનો પર બનાવેલા PM સેલ્ફી બુથ પ્રજાના પૈસાનો વેડફાટ, ખડગેના સરકાર પર પ્રહાર

નવી દિલ્હી, તા.26 નવેમ્બર-2023, મંગળવાર

રેલવે સ્ટેશ (Railway Station)નો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના કટઆઉટવાળા ‘સેલ્ફી બૂથ’ મુકાયા બાદ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ રેલવે દ્વારા મળેલા જવાબને ટાંકીને આક્ષેપ કર્યો કે, આ સેલ્ફી બૂથો પ્રજાના પૈસાનો વેડફાટ છે. તેમણે કહ્યું કે, વિપક્ષી શાસિત રાજ્યો મનરેગા ફંડની રાહ જોઈ રહ્યા રહ્યા છે. ખડગેએ RTI હેઠળ રેલવે દ્વારા મળેલ જવાબનો પત્ર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. પત્રમાં જે સેન્ટ્ર રેલવે સ્ટેશન પર કામચલાઉ અને કાયમી સ્થપાયેલ સેલ્ફી બુથોની યાદી અપાઈ છે.

સેલ્ફી બૂથનો ખર્ચ કેટલો ?

આરટીઆઈના જવાબ મુજબ શ્રેણી એના સ્ટેશનો પર કામચલાઉ સેલ્ફી બુથ લગાવવાનો ખર્ચ 1.25 લાખ રૂપિયા છે. જ્યારે શ્રેણી સી સ્ટેશનો પર કાયમી સેલ્ફી બૂથ લગાવવાનો ખર્ચ 6.25 લાખ રૂપિયા છે. ખડગેએ આક્ષેપ કર્યો કે, રેલવે સ્ટેશનો પર પીએમ મોદીની 3D સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવા તે કરદાતાઓના નાણાંનો સંપૂર્ણ વેડફાટ છે. તેમણે કહ્યું કે, સશસ્ત્ર દળોને PM મોદીના કટઆઉટ સાથે 822 સેલ્ફી-પોઈન્ટ સ્થાપવાનો આદેશ આપી વીર જવાનોના બલિદાનનો રાજકીય ઉપયોગ કરાયો.

‘રાજ્યોને કેન્દ્ર તરફથી દુષ્કાળ અને પૂર રાહત ફંડ મળ્યું નથી’

ખડગેએ દાવો કર્યો કે, મોદી સરકારે રાજ્યોને દુષ્કાળ અને પુર રાહત ફંડ અને વિપક્ષી રાજ્યોની મનરેગા યોજનાનું ફંડ હજુ સુધી આપ્યું નથી. તેમ છતાં તેઓ આવા સસ્તા ચૂંટણી સ્ટંટો પર ઉદારજાપૂર્વક જાહેર નાણાંનો ખર્ચ કરવાની હિંમત કરી રહ્યા છે.

યુનિવર્સિટીમાં સેલ્ફી પોઈન્ટ લગાવવાનો આદેશ

અગાઉ પણ પીએમ મોદીના સેલ્ફી પોઈન્ટ મુદ્દે વિવાદ ઉભો થયો હતો. અગાઉ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ યુનિવર્સિટીઓના પરિસરમાં PM મોદીના કટઆઉટ લગાવવા અને સેલ્ફી પોઈન્ટ બનાવવા એક નોટિફિકેશ બહાર પાડ્યું હતું. આ મામલે પણ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર સરકારી શિક્ષણ સંસ્થાઓનો પ્રચાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો