ભારતના એક લાખ શ્રમિકોને તાઈવાન લઈ જવા કરાર ? અમેરિકાના રિપોર્ટ પર સૂ મિંગ-ચૂએ આપ્યો જવાબ

ભારત (India) એક લાખ શ્રમિકો લઈ જવા માટે તાઈવાન સરકારે (Taiwan Government) MOU કર્યા હોવાના અમેરિકાના રિપોર્ટને તાઈવાનના શ્રમ મંત્રી સૂ મિંગ-ચૂ (Hsu Ming-choo) એ રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, અમારી સરકારની ભારતથી એક લાખ શ્રમિકોને તાઈવાન લાવવાની કોઈ યોજના નથી. આ મામલે ભારત સાથે કોઈપણ પ્રકારનો કરાર અને સમજૂતી (MOU) પર હસ્તાક્ષર થયા નથી.

રાષ્ટ્રપતિપદના ઉમેદવારના દાવાને તાઈવાનના શ્રમમંત્રીએ રદીયો આપ્યો

સૂ મિંગ-ચૂએ 1 લાખ ભારતીય શ્રમિકો માટે તાઈવાનના દરવાજા ખોલવાની માંગનો કોઈપણ દાવો ખોટો હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ખોટો ઈરાદો ધરાવતા લોકોએ ચૂંટણી લાભ ખાંટવા તેમજ લોકોની માનસીકતા બદલવા આવો બનાવટી દાવો કર્યો છે. ઉલ્લેખનિય છે કે, સીએનએના રિપોર્ટ મુજબ કુઓમિતાંગના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઉ યૂ-ઈહે (Hou Yue-hee) એક લાખ ભારતીય શ્રમિકોને તાઈવાન લાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા હોવાનો મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો હતો. રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે, એમ્પ્લૉઈ મોબિલિટી એગ્રીમેન્ટની યોજના બનાવાઈ રહી હતી. જોકે સૂ મિંગ-ચૂને આ રિપોર્ટને રદીયો આપ્યો છે. હાઉના નિવેદન બાદ સૂ મિંગ-ચૂનનું નિવેદન આવ્યું છે.

ભારતીયોને તાઈવાન લઈ જવા ભારત-તાઈવાન વચ્ચે હસ્તાક્ષર

તાઈવાનની કેન્દ્રીય સમાચાર એજન્સી સીએનએએ કહ્યું કે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકા મીડિયા રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે, તાઈવાનમાં એક લાખથી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોને લાવવા ડિસેમ્બરની શરૂઆતમાં સમજુતી પર પર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે. સીએનએના રિપોર્ટ મુજબ શનિવારે હોઉના કાર્યાલયે કહ્યું કે, એચએસયુએ નવેમ્બરમાં કહ્યું હતું કે, તાઈવાન અને ભારતીય પ્રવાસી શ્રમિકોને લાવવા માટે વર્ષના અંતે એક સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છે. હોઉના કાર્યાલયે સ્પષ્ટ કહ્યું હતું કે, એમઓયુ પર ક્યારે હસ્તાક્ષર કરવામાં આવશે અને સમજુતી મુજબ કેટલાક ભારતીય કર્મચારી તાઈવાન લવાશે, તે એચએસયુએ સ્પષ્ટ કહેવું જોઈએ. 13 નવેમ્બરે સ્થાનિક મીડિયા સાથે વાત કરતા હ્સૂ મિંગ-ચુને કહ્યું હતું કે, કેબિનેટ દ્વારા આ યોજના પર હસ્તાક્ષર કરાયા બાદ પ્રવાસી ભારતીય શ્રમિકોને લાવવા આ વર્ષના અંત સુધીમાં તાઈવાન અને ભારતે MOU પર હસ્તાક્ષર કરે તેવી આશા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો