ભારત, પાકિસ્તાન, ચીનમાં વારાફરથી ભૂકંપ, શું ભારતીય વિજ્ઞાનીઓની ભવિષ્યવાણી સાચી પડશે?

નવી દિલ્હી, તા.19 નવેમ્બર-2023, મંગળવાર

સોમવારે 24 કલાક ધરતી ધ્રૂજી, જેમાં પાકિસ્તાન (Pakistan), ચીન (China) અને ભારત (India) ત્રણે દેશોમાં આંચકા અનુભવાયા... પાકિસ્તાનમાં બપોરે 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, ત્યારબાદ જંસ્કારમાં પણ ધરતી ધ્રૂજી... અને પછી ચીને 6.2ની તિવ્રતાના આવેલા ભૂકંપ (Earthquake)થી ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. આ ત્રણે ભૂકંપનું કેન્દ્ર હિમાલયના વિસ્તારો હોવાનું કહેવાય છે. શું ભારતીય વિજ્ઞાનીઓની ભવિષ્યવાણી સાચી પડશે ?

ત્રણે દેશોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હિમાલય અને તેની આસપાસના વિસ્તાર

ભારત, પાકિસ્તાન અને ચીનમાં વારાફરથી ભૂકંપ આવ્યા બાદ વિજ્ઞાનીઓએ હિમાલયને લઈ મોટી ભવિષ્યવાણી કરી છે. ગઈકાલે 18 ડિસેમ્બરે સવારે પાકિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ત્યારબાદ લદ્દાખના જંસ્કારમાં સાંજે 5.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. કિશ્તવાડમાં 4.8ની તીવ્રતાથી બીજીવાર ધરતી ધ્રૂજી... અને પછી ચીનમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો. 24 કલાકમાં ત્રણે દેશોમાં ભૂકંપ આવ્યા. આ ત્રણેય ભૂકંપનું કેન્દ્ર હિમાલય અથવા તેના આસપાસના વિસ્તારો હતા.

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે આખા દક્ષિણ એશિયાને થથરાવી નાખ્યું

માર્ચમાં અફઘાનિસ્તાનમાં 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આખુ દક્ષિણ એશિયા ધ્રુજી ઊઠ્યું હતું. આ ભૂકંપનું આંચકાઓ તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉજબેકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં અનુભવાયા હતા. ત્યારબાદ દેહરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ હિમાલયન જિયોલૉજીના વિજ્ઞાનીએ ચેતવણી આપી હતી કે, હિમાલયમાં કોઈપણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે.

હિમાલયમાં કોઈપણ સમયે મોટો ભૂકંપ આવવાની સંભાવના

શું ખરેખર હિમાલયમાં મોટો ભૂકંપ આવવાનો છે ? આ બાબતે વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ હિમાલયન જિયોલૉજીના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ.અજય પૉલે જણાવ્યું કે, હિમાલયમાં કોઈપણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે. અફઘાનિસ્તાનમાં ખૂબ ઊંડાણ ભૂકંપ આવ્યો હોવાના કારણે તેની અસર ઘણા વિસ્તારોમાં થઈ હતી. આપણે ભૂકંપના સિસ્મિક ઝોન 5માં છીએ. ભૂકંપની ભવિષ્યવાણી કરી મુશ્કેલ છે. જ્યારે ટેક્ટોનિક પ્લેટ્સમાંથી ઊર્જા મુક્ત થાય છે, ત્યારે ભૂકંપ આવે છે.

ચીનમાં 118 લોકોના મોત, મોટાપાયે નુકસાન

ચીનમાં ગઈકાલે મોડીરાત્રે આવેલા ભૂકંપના કારણે 118 લોકોના મોત અને 580થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 6381થી વધુ ઘરોને નુકસાન થયું છે. ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપ બાદ વધુ 32 આંચકા આવ્યા છે, જેમાંથી કેટલાકની તીવ્રતા 4.0 સુધીની હતી. ભારતના જંસ્કારમાં આવેલો ભૂકંપ અથવા પાકિસ્તાનમાં ધરતી ધ્રૂજવાથી નુકસાન થયું નથી, પરંતુ ઉત્તર ચીનના ઘણા પહાડી વિસ્તારોમાં અસર અનુભવાઈ છે. 

વિજ્ઞાનીઓએ અગાઉ આપી હતી ભૂકંપની ચેતવણી

હિમાલયના કિંગહાઈ અને તિબેટીન પ્લૈટ્યૂની ટેક્ટોનિક પ્લેટો સક્રિય થવાના કારણે ચીનમાં ભૂકંપ અનુભવાયો છે. વિજ્ઞાનીઓએ અગાઉ ચેતવણી આપી હતી કે, ભૂકંપ મામલે હિમાલય નાજુક છે. પાકિસ્તાનથી લઈને ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો સુધી હિમાલયના આખા પટ્ટામાં ભૂકંપ આવવો સામાન્ય ઘટના છે. જો મોટી તીવ્રતાનો ભૂકંપ આવે, તો એવું કહેવાય છે કે, ટેક્ટોનિક પ્લેટ્સ વચ્ચેનું પ્રેશર નાની-નાની માત્રામાં રિલીઝ થઈ રહ્યું છે. હિમાલયમાં હજારો ફોલ્ટ લાઈન્સ છે, જેમાં સામાન્ય હલનચલન પણ ભારતને હચમચાવી નાખે છે.

હિમાલયમાં જોખમ

મધ્ય હિમાલય ક્ષેત્ર વિશ્વમાં સક્રિય ભૂકંપ આવતા ક્ષેત્રમાંથી એક છે. 1905માં હિમાચલના કાંગડામાં મોટો ભૂકંપ આવ્યો હતો. 1934માં બિહાર-નેપાળમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા 10 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. 1991માં ઉત્તરકાશીમાં 6.8ની તીવ્રતાના ભૂકંપમાં 800થી વધુ લોકોનો મોત નિપજ્યા હદતા. 2005માં કાશ્મીરમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા 80 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.

ઝોન-5 સૌથી વધુ ખતરનાક

અગાઉ 2021માં લોકસભામાં એવી માહિતી અપાઈ હતી કે, દેશમાં આવેલા ભૂકંપના રેકોર્ડ કરેલા ઈતિહાસને ધ્યાનમાં લઈએ તો, ભારતની કુલ જમીનનો 59 ટકા ભાગ અલગ-અલગ ભૂકંપની સંભાવના ધરાવે છે. તેમણે કહ્યું કે, દેશના સિસ્મિક ઝોન નકશા મુજબ કુલ વિસ્તારને 4 સિસ્મિક ઝોનમાં વર્ગીકૃત કરાયો હતો. સૌથી મોટો ભૂકંપ ઝોન-5 ક્ષેત્રમાં આવે છે, જ્યારે સૌથી ઓછી તીવ્રતાવાળો ભૂકંપ ઝોન-2 છે. દેશનો લગભગ 11 ટકા વિસ્તાર ઝોન-5માં, 18 ટકા વિસ્તાર ઝોન-4માં, 30 ટકા વિસ્તાર ઝોન-3માં અને અન્ય બાકીનો વિસ્તાર ઝોન-2માં આવે છે.

આ રાજ્યોમાં ભૂકંપનો સૌથી વધુ ખતરો

ઝોન-5માં શહેરો અને નગરોવાળા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર, અસમ, મણિપુર, નાગાલેન્ડ, જમ્મુ અને કાશ્મીર તેમજ અંદામાન અને નિકોબાર આવે છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી એ દેશમાં અને આસપાસ ભૂકંપ પર નજર રાખનારી નોડલ સરકારી એજન્સી છે. દેશભરમાં રાષ્ટ્રીય સિસ્મિક નેટવર્ક છે. આ નેટવર્કમાં હેઠળ સિસ્મિક ગતિવિધિઓ પર નજર રાખતી 115 વેધશાળાઓ સામેલ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે