રેલ્વે ભાડામાં રાહત ફરી શરૂ કરવાનો મામલો સંસદમાં ગૂંજ્યો, કેન્દ્ર સરકારે આપ્યો આવો જવાબ

નવી દિલ્હી, તા.06 નવેમ્બર-2023, બુધવાર

Railway Concession : હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં આજે લોકસભામાં રેલવે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપવાની ફરી માંગ કરવામાં આવી છે. લોકસભાના સભ્ય એન્ટો એન્ટોનીએ રેલવે મંત્રને પ્રશ્ન પૂછ્યો હતો કે, શું કોરોના અગાઉ જુદી જુદી કેટગરીના લોકોને રેલવે ભાડામાં જે રાહત અપાઈ હતી, તે રાહત ફરી શરૂ કરવાની સરકારની કોઈ યોજના છે ? એન્ટોનીના પ્રશ્નના જવાબમાં ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતીય રેલવે હંમેશા સમાજના તમામ વર્ગના લોકોને સસ્તી સેવા આપતું રહ્યું છે.

2019-20માં રેલવેએ પેસેન્જર ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 2019-20માં રેલવેએ પેસેન્જર ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી છે, જે દરેક રેલવે મુસાફરને સરેરાશ 53 ટકા કન્સેશન્સ દેવા બરાબર છે. તેમણે કહ્યું કે, તમામ રેલવે મુસાફરોને સબસિડી અપાઈ રહી છે. ઉપરાંત જુદી જુદી 4 કેટેગરીના લોકો, જેમાં દિવ્યાંગજન, 11 પ્રકારના દર્દીઓ અને 8 કેટેગરીના વિદ્યાર્થીઓને રેલવે ભાડામાં રાહત અપાઈ રહી છે. તેમણે કહ્યું કે, 2022-23માં 18 લાખ દર્દીઓ અને તેમને એસ્કોર્ટ કરનારા મુસાફરોએ ભાડામાં રાહતનો લાભ મેળવ્યો છે.

રેલવેને વધારાના રૂ.2242 કરોડની આવક થઈ

આ વર્ષે RTIમાં એવી માહિતી બહાર આવી હતી કે, રેલવેએ વૃદ્ધ નાગરિકોને ભાડામાં અપાતું કન્સેસન્સ બંધ કર્યા બાદ નાણાંકીય વર્ષ 2022-23માં રેલવેને વધારાના રૂ.2242 કરોડની આવક થઈ હતી. રેલવેએ જણાવ્યું કે, રેલવેએ 1 એપ્રિલ-2022થી 31 માર્ચ-2023 દરમિયાન લગભગ 8 કરોડ સિનીયર સિટિજન્સને મુસાફરી ભાડામાં કોઈપણ રાહત આપી નથી. કોરોના મહામારીના પગપેસારા બાદ 20 માર્ચ-2022થી સીનિયર સિટિજન્સ મુસાફરોને ભાડામાં અપાયેલી રાહતને મોદી સરકારે બંધ કરી દીધી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો