ઈઝરાયલે યુદ્ધ બાદ પ્રથમવાર ગાઝા પટ્ટીમાં 2 દિવસમાં ગુમાવ્યા સૌથી વધુ સૈનિકો

તેલ અવીવ, તા.24 નવેમ્બર-2023, રવિવાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝા (Gaza) પટ્ટીમાં ભારે ખુંવારી સર્જાઈ છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે, શુક્રવારે અને શનિવારે સંઘર્ષમાં 13 ઈઝરાયેલી સૈનિકોના મોત થયા છે. ઓક્ટોબરના અંતે ઈઝરાયેલે જમીન પર હુમલા શરૂ કર્યા બાદ ઈઝરાયેલી સૈનિકોના મોતનો આ સૌથી વધુ આંકડો છે અને એવા પણ સંકેત છે કે, યુદ્ધને લાંબો સમય વિતવા છતાં હમાસ હજુ સુધી યુદ્ધ લડી રહ્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જમીન પર હુમલા શરૂ થયા બાદ ઈઝરાયેલના કુલ 152 સૈનિકોના મોત થયા છે.

યુદ્ધમાં 20,000 પેલેસ્ટાઈનીના મોત

આતંકી સંગઠન હમાસે 7મી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કરતા 1200થી વધુ યહુદીઓના મોત નીપજાવ્યા હતા, જેના જવાબમાં હમાસને ખતમ કરી નાંખવા ઈઝરાયેલે શરૂ કરેલા યુદ્ધમાં 12 સપ્તાહમાં અંદાજે 20,000થી વધુ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત થયા છે, જેમાં 60 ટકાથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાંઓમાં 53 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 19 લાખ લોકો વિસ્થાપિત થયા છે.

પેલેસ્ટાઈનમાં નાગરિકોના મોત માટે હમાસ આતંકીઓ જવાબદાર

જોકે, પેલેસ્ટાઈન (Palestine)માં નાગરિકોના મોત માટે ઈઝરાયેલે હમાસના આતંકીઓને જવાબદાર ઠેરવ્યા છે. તેનો દાવો છે કે હમાસના આતંકીઓ નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. દરમિયાન ઈઝરાયેલ સૈન્યના કે-૯ યુનિટે હમાસના આતંકીઓના સેંકડો મીટર લાંબા સુરંગ નેટવર્કને શોધી કાઢ્યું છે. ઈઝરાયેલ સૈન્યે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શૅર કરીને તેની માહિતી આપી હતી. ઈઝરાયેલનો દાવો છે કે સુરંગના આ નેટવર્કનો ઉપયોગ હથિયારોના સંગ્રહ સ્થાન અને નિયંત્રણ તથા વિવિધ ક્ષેત્રોમાં આતંકીઓના પરિવરન માટે થતો હતો.

એક જ પરિવારના 76 સહિત 400નાં મોત

ઈઝરાયેલે ગાઝા પર વિનાશક હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા 48 કલાકમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં એક જ પરિવારના 76 લોકો સહિત 400થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને 734થી વધુને ઈજા પહોંચી છે. હવે ઈઝરાયેલના બે ડૉક્ટરોએ દાવો કર્યો છે કે હમાસે બંધક બનાવેલી અનેક યુવતીઓ પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે બંધક બનાવાયેલી 12થી 48 વર્ષ સુધીની મહિલા બંધકોમાંથી અનેક પર ગાઝામાં હમાસના આતંકીઓએ બળાત્કાર ગુજાર્યો હતો અને આ મહિલાઓની સંખ્યા અંદાજે 30 જેટલી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો