97 તેજસ વિમાનો, 156 પ્રચંડ લડાકુ હેલિકોપ્ટરની ખરીદી માટે 2.23 લાખ કરોડ રૂપિયાની ફાળવણી
- ડિફેન્સ એક્વિઝિશન કમિટીની મંજૂરી: ઈન્ડિયન આર્મી વધુ મજબૂત બનશે - કુલ બજેટમાંથી 98 ટકા રકમ સ્વદેશી સંરક્ષણ ઈન્ડસ્ટ્રીને ઉત્તેજન આપવા માટે ફાળવાશે: કરોડો નોકરીઓની તકો સર્જાશે તેવો સરકારનો દાવો - બજેટમાંથી મિડિયમ રેન્જ મિસાઈલ, આધુનિક ગન, કમ્પ્યુટર્સ વગેરે શસ્ત્ર-સામગ્રી ખરીદાશે: કેટલીય ડિફેન્સ સિસ્ટમ અપડેટ કરાશે નવી દિલ્હી : ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કમિટીએ નવા લડાકુ વિમાનો અને કોમ્બેટ હેલિકોપ્ટર્સની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ૨.૩૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિમાનો-હેલિકોપ્ટર્સ, મિસાઈલો વગેરે ખરીદવામાં આવશે. આ રકમમાંથી ૯૮ ટકાની ફાળવણી સ્વદેશી ડિફેન્સ પ્રોડક્ટ ખરીદવા પાછળ કરવામાં આવશે, તેના કારણે સ્વદેશી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટર મળશે અને નોકરીની નવી તકો સર્જાશે. સ્વદેશી નિર્માતાઓને અત્યાર સુધીમાં મળેલો આ સૌથી મોટો ઓર્ડર હોવાનું પણ અહેવાલોમાં કહેવાયું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં કમિટીએ આ માતબર બજેટને મંજૂરી આપી હતી. આ વિમાનો, હેલિકોપ્ટર્સ અને મિસાઈલોના કારણે આર્મી વધુ મજબૂત બનશે. ભારતના લશ્કરને સજ્જ બનાવવાના હેતુથી સંરક્ષણ મંત્રી રાજનાથ...