ભારતીય ડોમેસ્ટિક એરલાઈન્સે બનાવ્યો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 4,63,417 મુસાફરોએ કરી મુસાફરી

ભારતનું ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક શનિવારે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે આશરે 4,63,417 લોકોએ ગુરુવારે હવાઈ યાત્રા કરી હતી. અહેવાલ અનુસાર નવેમ્બરમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક ઓછામાં ઓછું ચાર વખત નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. કોરોના બાદ ભારતના ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો છે. 

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે 'X' (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "સકારાત્મક દ્રષ્ટિકોણ, પ્રગતિશીલ નીતિઓ અને મુસાફરોમાં ઊંડો વિશ્વાસ તેને દરેક ફ્લાઇટ સાથે, દરરોજ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે."

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુશી વ્યક્ત કરી

સત્તાવાર માહિતી અનુસાર, ગુરુવારે (23 નવેમ્બર) ઘરેલુ મુસાફરોની કુલ સંખ્યા 4,63,417 હતી અને ફ્લાઇટ મૂવમેન્ટની સંખ્યા 5,998 હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય સ્થાનિક ઉડ્ડયનમાં એક નવો રેકોર્ડ બન્યો છે. 18, 19 અને 20 નવેમ્બરના રોજ ડોમેસ્ટિક એર ટ્રાફિક સતત ત્રણ દિવસ નવા રેકોર્ડ પર પહોંચ્યો હતો.

દેશમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક ઓક્ટોબરમાં વધીને 1.26 કરોડ થયો હતો, જે લગભગ 11% ની વાર્ષિક વૃદ્ધિ છે, સત્તાવાર ડેટા અનુસાર ઓક્ટોબર 2022માં 1.14 કરોડ મુસાફરો અને આ વર્ષે સપ્ટેમ્બરમાં 1.22 કરોડ મુસાફરોનો ટ્રાફિક હતો. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે ઈન્ડિગોએ ઓક્ટોબરમાં 79.07 લાખ મુસાફરોને વહન કર્યા હતા, જે તેનો સ્થાનિક બજાર હિસ્સો 62.6% પર લઈ ગયો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો