ઈઝરાયલની સેનાએ ગાઝામાં હમાસના 450 ઠેકાણાઓ ઉડાવ્યા, આતંકી જમાલ મૂસા ઠાર
હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 31માં દિવસે ગાઝા પટ્ટીમાં હુમલા વધ્યા છે. સોમવાર સવારે ઈઝરાયલની સેનાએ જબરદસ્ત બોમ્બમારો કર્યો છે. આ હવાઈ હુમલામાં ગાઝા સ્થિત અલ શાતી શરણાર્થી શિબિરને ટાર્ગેટ કરી છે. જેમાં 40 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, છેલ્લા 24 કલાકમાં હમાસના 450થી વધુ ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે. જેમાં ટેરેરિસ્ટ કેમ્પ, મિલિટ્રી કમ્પાઉન્ડ, ઓબ્ઝર્વેશન પોસ્ટ અને એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ સામેલ છે. ઈઝરાયલી સેનાએ હમાસના કેટલાક મિલિટ્રી કમ્પાઉન્ડ પર કબજો કરી લીધો છે, જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ અને ઈન્ટેલિજન્સ સર્વિસ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમના હુમલામાં હમાસના કેટલાક આતંકવાદી માર્યા ગયા છે. જેમાં ઈઝરાયલમાં થયેલા હુમલા દરમિયાન વિશેષ સુરક્ષા અભિયાનો માટે જવાબદાર એક પ્રમુખ કમાન્ડર જમાલ મૂસા પણ સામેલ છે. IDFના પ્રવક્ત ડેનિયલ હગારીએ કહ્યું કે, અમારી સેનાએ ગાઝા પટ્ટીને બે ભાગમાં વિભાજિત કરી દીધી છે. જોકે, નોર્થ ગાઝામાં મોટા પ્રમાણમાં હુમલા કરવામાં આવી રહ્યા છે. પગપાળા સેના ટેન્કો સાથે આતંકવાદીઓના ઠેકાણાઓને તબાહ કરી રહી છે. સામાન્ય લોકોને નોર્થથી સાઉથ ગાઝા તરફ જવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેના માટે સેફ પેસેજ આપવામાં આવી રહ્યું છે.
અલ કુદસ હોસ્પિટલ પાસે ઈઝરાયલનો બ્લાસ્ટ
હમાસ સામે આ યુદ્ધમાં ઈઝરાયલ તમામ દાવ અપનાવી રહ્યું છે. તેને જ્યાં પણ શંકા છે કે હમાસના આતંકી છૂપાયા છે ત્યાં હુમલા કરવામાં આવી રહ્યા છે. સોમવારે અલ કુદસ હોસ્પિટલની ખૂબ જ નજીક બોમ્બ ફેંક્યા છે, જ્યારબાદ અફરાતફરી મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા. ગાઝાના આકાશમાં રહીને ઈઝરાયલી રોકેટ અને મિસાઈલ હુમલા ચમકી રહ્યા છે. ગાઝામાં અત્યાર સુધી 9770 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયલમાં 1400 લોકોના મોત થયા છે. મોતના આંકડા સતત વધી રહ્યા છે. કારણ કે ઈઝરાયલે ગ્રાઉન્ડ ઓપરેશન ઝડપી કરી દીધું છે, જેમાં હમાસના આતંકવાદીઓ મોટા પ્રમાણમાં ઠાર મરાઈ રહ્યા છે.
હમાસ સામે સતત ઈઝરાયલની કાર્યવાહીમાં વધારો
આ વચ્ચે ઈઝરાયલ પર હમાસે પણ હુમલો કર્યો છે. તેલ અવીવ પર હમાસે કેટલાક રોકેટ છોડ્યા છે. પરંતુ ઈઝરાયલે દાવો કર્યો છે કે, તેમણે તમામ રોકેટોને આકાશમાં તોડી પાડ્યા છે. યુદ્ધને લઈને દુનિયા કંઈ પણ કહી રહી હોય. દુનિયાભરના ખુબ પ્રદર્શન થઈ રહ્યું હોય, પરંતુ ઈઝરાયલનું વલણ સતત આકરું થઈ રહ્યું છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બન્ઝામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કરી દીધું છે કે, યુદ્ધ જિતવા સુધી તેઓ અટકશે નહીં. એટલા માટે તેમના તરફથી નોર્થ ગાઝામાં હાજર લોકોને સાઉથ તરફથી જવા કહેવામાં આવી રહ્યું છે.
વીડિયોથી થયો ખુલાસો, હોસ્પિટલની નીચે હમાસની સુરંગ
ઈઝરાયલની સેનાએ એક વીડિયો પણ જાહેર કર્યો છે કે હમાસે એક હોસ્પિટલની નીચે પોતાની સુરંગ બનાવી રાખી છે. ઈઝરાયલી સેના જ્યાં નાગરિકોને નોર્થ ગાઝાથી કાઢવામાં લાગી છે, ત્યારે હમાસના આતંકવાદીઓ હોસ્પિટલો અને નાગરિકોને ઢાલ બનાવીને ઈઝરાયલની સેના પર હુમલો કરી રહ્યા છે. સામાન્ય લોકોને બહાર નિકળતા અટકાવવામાં આવી રહ્યા છે. હમાસના આ પ્રોપગેન્ડાનો પર્દાફાશ કરવા માટે ઈઝરાયલની સેનાએ આ વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે હમાસ ગાઝામાં હોસ્પિટલનો ઉપયોગ પોતાના આતંકી ષડયંત્રો માટે કરી રહ્યું છે. આ વીડિયોમાં શેખ હમાદ હોસ્પિટલની નીચેની સુરંગ દેખાઈ રહી છે.
Comments
Post a Comment