આસારામ, રામ રહીમને જેલ મોકલી દીધા, હિમ્મત હોય તો બીજા ધર્મ ગુરુઓને જેલ મોકલોઃ દેવકીનંદન ઠાકુર

કથાકાર દેવકીનંદન ઠાકુરે ફરી એકવાર હિન્દુ રાષ્ટ્રની વકાલત કરી છે. ઝારખંડના મેદિનીનગરમાં તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રથી રામરાજ્યના વિચારને સત્તા દ્વારા વ્યવહારિક રૂપ આપવાથી સામાજિક વિસંગતતાઓ દૂર થશે. સાથે જ તેમણે કહ્યું કે, આસારામ, રામ રહીમ અને રામપાલ જેવા ધર્મ ગુરુઓને તો જેલ મોકલી દીધા. જો હિમ્મદ હોય તો બીજા ધર્મ ગુરુઓને જેલ મોકલીને બતાવો. 

દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, જેટલું અંગ્રેજોના શાસનમાં સાધુ-સંતોએ પ્રતાડિત નહોતું થવું પડતું, જેટલું આઝાદ ભારતમાં પ્રતાડિત થવું પડે છે. આ હિન્દુ રાજ, રામરાજ્યના સંકલ્પનાથી વિરૂદ્ધ છે. તે રોકાવું જોઈએ. તેમને જામીન નથી મળી રહ્યા, કારણ કે તેઓ સનાતન ધર્મના છે.

'મંદિરની મૂર્તિઓ જામા મસ્જિદના દાદરમાં દાટી દેવાઈ'

તેમણે કહ્યું કે, કેરળના 14 બાળકીઓના બળાત્કારના આરોપી ધર્મ ગુરુઓ માટે સરળતાથી જામીનના આદેશ જાહેર કરી દેવામાં આવે છે. તેને શું સમજવું। 1670માં મોગલ બાદશાહ ઔરંગઝેબે મથુરા મંદિરને ધ્વસ્ત કરી ઈદગાહ બનાવી હતી. મંદિરની મૂર્તિઓ જામા મસ્જિદના દાદરમાં દબાવી દેવાઈ. તેનાથી સનાતન ધર્મ અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

'તમામ જિલ્લાઓમાં 5-5 ગુરુકુલમ વિદ્યાલય સ્થાપિત કરાવવામાં આવે'

કથાકારે કહ્યું કે, અતિક્રમણને મુક્ત કરાવવાની માંગ કરી રહ્યા છે, તો કોઈ ગુનો નથી કરી રહ્યા. માંગ છે કે, હિન્દુઓના  મંદિર-ધર્મસ્થળો-દેવાલયોને સરકારી નિયંત્રણથી મુક્ત કરવામાં આવે. અત્યાર સુધી તેનાથી થયેલી આવક ભારતના તમામ જિલ્લાઓમાં 5-5 ગુરુકુલમ વિદ્યાલય સ્થાપિત કરવામાં આવે. જેથી બાળપણથી વિદ્યાર્થીઓ પોતાની સંસ્કૃતિમાં ઢળી શકે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો