ભ્રષ્ટાચાર કેસમાં DGCAના ડાયરેક્ટર અનિલ ગિલ સસ્પેન્ડ, લાંચમાં 3 વિમાનો લીધા હોવાનો એવિએશન કંપનીનો આક્ષેપ

નવી દિલ્હી, તા.22 નવેમ્બર-2023, બુધવાર

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)માં ડિરેક્ટોરેટ ઓફ એરોસ્પેસ કેપ્ટન અનિલ ગિલને આખરે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કાર્યવાહી બુધવારે કરવામાં આવી છે. અનિલ ગિલ ભ્રષ્ટાચાર કેસમાં આરોપી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધના કોઈપણ કેસમાં અમારી સરકારની ઝીરો ટોલરેન્સ નીતિ છે.મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, આવા કોઈપણ કેસમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

DGCAએ લાંચના કેસને CBI-EDને ટ્રાન્સ કરવા માંગ કરી હતી

સરકારે આ કાર્યવાહી એવા સમયે કરી જ્યારે તાજેતરમાં જ ડીજીસીએએ લાંચના કેસને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ લાંચના કેસમાં મંત્રાલય અને DGCAને તાજેતરમાં જ એક અજાણ્યો ઈમેલ મળ્યો હતો, જેમાં ગિલ પર આરોપો લગાવાયા હતા. ઉલ્લેખનિય છે કે, ગિલની તાજેતરમાં જ એરોસ્પોર્ટ વિભાગમાં ફરી નિમણુક કરવામાં આવી હતી.

ઈ-મેઈલ મળ્યા બાદ હડકંપ, તુરંત કાર્યવાહી કરાઈ

સૂત્રોના જણાવ્યા મુજબ ઈ-મેઈલ જે માહિતીનો ઉલ્લેખ કરાયો હતો, જેનાથી ડિપાર્ટમેન્ટમાં હડકંપ મચી ગયો હતો. તેમાં જણાવાયું હતું કે, ડાયરેક્ટર અનિલ ગિલ પોતાના અધિકારોનો દુરુપયોગ કરી રહ્યા છે. ઉપરાંત તેઓ તેમનો અધિકાર ક્ષેત્ર ન હોવાની બાબતોમાં પણ ખોટી રીતે દખલ કરી રહ્યા છે. આ ફરિયાદમાં અનિલ ગિલની તમામ કરતુતોની માહિતી અપાઈ હતી. જણાવાયું હતું કે, આખરે કેવી રીતે લાંચ લેવામાં આવી રહી છે અને સંસ્થાઓને ધમકાવવામાં આવ્યા હતા.

એવિએશન કંપની જેટ અરેનાએ અનિલ ગિલ અંગે કર્યું હતું ટ્વિટ

ઉલ્લેખનિય છે કે, એવિએશન કંપની જેટ અરેનાએ તાજેતરમાં જ ટ્વિટ કર્યું હતું કે, DFT - DGCAના ફ્લાઇટ અને ટ્રેનિંગ વિભાગમાં ડિરેક્ટર અનિલ ગીલે FTOs પાસેથી લાંચ તરીકે 3 વિમાન લીધા હતા. ત્યારબાદ તેમણે આ પ્લેન અલગ-અલગ સ્કૂલોને 90 લાખ રૂપિયાના માસિક ભાડા પર લીઝ પર આપ્યા. આમાંના 2 વિમાન VT-EUC અને VT-AAY હતા. ગિલે એરક્રાફ્ટ લીઝ પર લેવા માટે 2 કંપનીઓ બ્લુ થ્રોટ એવિએશન એન્ડ સેબર્સ કોર્પ સોલ્યુશન્સ લિમિટેડનો ઉપયોગ કર્યો, બંને તેના સાસરિયાઓની માલિકીની છે. ત્યારબાદ ગિલને તેમના ડીએફટીના પદ પરથી એરોસ્પોર્ટ્સમાં ટ્રાન્સફર કરાયા અને ડીજીસીએની તકેદારી શાખા દ્વારા તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો