World Cup 2023 Final Match - અમદાવાદમાં ક્રિકેટ ફિવર, મુંબઈ-અમદાવાદનું વન-વે એરફેરના ભાડામાં ધરખમ વધારો
અમદાવાદ, તા.14 નવેમ્બર-2023, મંગળવાર
ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી વર્લ્ડકપ-૨૦૨૩ની ફાઇનલમાં પહોંચી શકશે કે કેમ તેનો ફેંસલો આગામી બુધવારે થશે. પરંતુ અત્યારથી જ ફાઇનલના યજમાન અમદાવાદ આવવા માટેના એરફેરમાં વધારો થવા લાગ્યો છે.
વન-વે એરફેર રૂ.૨૪૦૦થી ૩૦૦૦
સામાન્ય રીતે દિવાળીની રજાઓમાં અમદાવાદથી અન્ય સ્થળે જવા માટેના એરફેરમાં બે ગણોથી વધુનો વધારો થઇ જતો હોય છે. પરંતુ આ વખતે વર્લ્ડકપ ફાઇનલને પગલે અમદાવાદ આવવા માટેના એરફેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા ૨૪૦૦થી રૂપિયા ૩ હજા૨ વચ્ચે હોય છે. જેની સરખામણીએ ફાઇનલના અગાઉના દિવસે એટલે કે ૧૮ નવેમ્બરના મહત્તમ એરફેર રૂપિયા ૨૫૩૧૭ થઇ ગયું છે. ફાઇનલ છે ત્યારે મુંબઇ-અમદાવાદનું સવારની ફ્લાઇટનું વન-વે એરફેર રૂપિયા ૨૪૪૦૦ સુધી છે.
ફાઇનલમાં ભારત આવશે તો એરફેર વિક્રમી સ્તરે જોવા મળે તેવી પૂરી સંભાવના
આ જ રીતે ૧૮ નવેમ્બરના દિલ્હી-અમદાવાદનું મહત્તમ વન-વે એરફેર રૂપિયા ૨૩ હજારથી વધુ છે. સામાન્ય દિવસોમાં એરફેર રૂપિયા ૩૮૦૦થી રૂપિયા ૪૨૦૦ની આસપાસ જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલનું શું પરિણામ આવે છે તેના પ૨ ટૂરિઝમ-હોટેલ ઈન્ડસ્ટ્રીની સઘળી નજ૨ મંડાયેલી છે. ફાઇનલમાં ભારત આવશે તો એરફેર વિક્રમી સ્તરે જોવા મળે તેવી પૂરી સંભાવના છે.
અમદાવાદ આવવા માટેનું મહત્તમ વન-વે એરફેર
- મુંબઇ (Mumbai) - રૂ.૨૬,૪૭૦
- દિલ્હી (Delhi) - રૂ.૨૩,૩૬૬
- ચેન્નાઇ (Chennai) - રૂ.૨૩,૩૧૭
- કોલકાતા (Kolkata) - રૂ.૨૫,૪૭૭
- બેંગાલુરુ (Bengaluru) - રૂ.૨૭,૦૦૦
- (*૧૮ નવેમ્બરના વન-વે એરફેર)
Comments
Post a Comment