ભારતીય રેલવે મુસાફરોને આપશે મોટી ભેટ, કન્ફર્મ ટિકિટ અને 3000 નવી ટ્રેનો દોડાવવા માટે બનાવી યોજના

નવી દિલ્હી, તા.20 નવેમ્બર-2023, સોમવાર

ભારતીય રેલવે (Indian Railways)એ મુસાફરો મોટી ભેટ આપવાની તૈયારીઓ આરંભી દીધી છે, આ સાથે મુસાફરોની વેઈટિંગ ટિકિટ (Waiting Ticket)ની ઝંઝટ દુર કરવા અને કન્ફર્મ ટિકિટ (Confirm Ticket) આપવાની યોજના પણ બનાવી રહી છે. ભારતની જન સંખ્યા વધતી જતી હોવાથી રેલવે આગામી 4-5 વર્ષમાં 3000 નવી ટ્રેનો શરૂ કરવા યોજના બનાવી છે. રેલવેએ મુસાફરોના પ્રવાસ સમય ઘટાડવાના લક્ષ્યની કામગીરી પર પણ આગળ વધી રહી છે. 

રેલવેમાં મુસાફરોની આવન-જાવનની ક્ષમતા 1000 કરોડ કરવાનું લક્ષ્યાંક

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) આ માહિતી આપવાની સાથે કહ્યું કે, નવી ટ્રેનો શરૂથી 2027 સુધી વેઈટિંગ ટિકિટની ઝંઝટ સમાપ્ત થઈ જશે અને તમામને કન્ફર્મ ટિકિટ મળશે. રેલવેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આવનારા પાંચ વર્ષમાં ટ્રેનોની સંખ્યામાં માંગ મુજબ વધારો કરાશે. તેમણે કહ્યું કે, રેલવેની વર્તમાન મુસાફર ક્ષમતા 800 કરોડ છે, જે આગામી 5 વર્ષમાં વધારી 1000 કરોડ કરવાનું લક્ષ્ય નિર્ધારીત કરાયું છે. 

69000 નવા કોચ તૈયાર

રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ 69 હજાર નવા કોચ તૈયાર છે. હર વર્ષે લગભગ 5000 કોચ બનાવાઈ રહ્યા છે. ત્યારબાદ દર વર્ષે 400થી 450 વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) ઉપરાંત 200થી 250 જોડી નવી ટ્રેનો દોડાવી શકે છે. વૈષ્ણવે કહ્યું કે, મુસાફરીનો સમય ઘટાડવાના લક્ષ્ય પર પણ કામગીરી ચાલી રહી છે અને આ માટે રેલવે નેટવર્ક વધારવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.

તહેવારની સિઝનમાં 6754 વધારાની ટ્રેનોનું સંચાલન

વૈષ્ણવે કહ્યું કે, આ તહેવારની સિઝનમાં વિશેષ ટ્રેનોની સંખ્યા લગભગ ત્રણ ઘણી વધારાઈ છે. હાલ તહેવારની સિઝનને ધ્યાને રાખી એક ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી 6754 વધારાની ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગત વર્ષે 2614 ટ્રેનોનું સંચાલન કરાયું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો