UPમાં હલાલ સર્ટિફિકેશન વાળા પ્રોડક્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ, યોગી સરકારે લીધા મોટા એક્શન


Halal certified products ban : ગેરકાયદે રીતે 'હલાલ સર્ટિફિકેટ' આપનારા કાળા કારોબાર પર ઉત્તરપ્રદેશમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ મામલે સંજ્ઞાન લીધા બાદ શનિવારે પ્રતિબંધ અંગે આદેશ પણ જાહેર કરી દેવાયો છે.

આદેશ અનુસાર, હલાલ પ્રમાણપત્ર સાથે ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં જો હલાલ પ્રમાણિત દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને ખરીદ-વેચાણ થતું જોવા મળશે, તો સંબંધિત વ્યક્તિ/ફર્મ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. જો કે, નિકાસ માટે ઉત્પાદિત ઉત્પાદનો પ્રતિબંધને પાત્ર રહેશે નહીં.

હાલના દિવસોમાં પ્રદેશ સરકારને એવી માહિતી મળી રહી હતી કે, ડેરી ઉત્પાદન, ચીન, બેકરી ઉત્પાદ, પિપરમેન્ટ ઓયલ, નમકીન રેડી-ટૂ-ઈટ વેવરીજ અને ખાદ્ય તેલ જેવા ઉત્પાદનોના લેબલ પર હલાલ પ્રમાણિતનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. એટલું જ નહીં અમુક દવાઓ, તબીબી ઉપકરણો અને કોસ્મેટિક ઉત્પાદનોના પેકિંગ/લેબલિંગ પર હલાલ પ્રમાણપત્ર ચિહ્નિત કરવાની સૂચના મળી છે. દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો સંબંધિત સરકારી નિયમોમાં ઉત્પાદનોના લેબલ પર હલાલ પ્રમાણપત્રને ચિહ્નિત કરવાની કોઈ જોગવાઈ નથી અને ન તો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને સંબંધિત નિયમોમાં હલાલ પ્રમાણપત્રની કોઈ જોગવાઈ છે.

એવી સ્થિતિમાં જો કોઈ દવા, તબીબી ઉપકરણ અથવા કોસ્મેટિકના લેબલ પર હલાલ સર્ટિફિકેશન સંબંધિત કોઈપણ હકીકત પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉલ્લેખિત કરવામાં આવે છે, તો તે ઉપરોક્ત અધિનિયમ હેઠળ ખોટી રીતે છાપવામાં આવે છે, જે સજાપાત્ર ગુનો છે. તેવી જ રીતે, ખાદ્ય પદાર્થોના સંબંધમાં લાગુ પડતા કાયદા અને નિયમો અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓ માટેની સર્વોચ્ચ સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ખાદ્ય પદાર્થોના ધોરણો નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેના આધારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવે છે. જ્યારે હલાલ પ્રમાણપત્ર એ એક સમાંતર પ્રણાલી છે જે ખોરાકની ગુણવત્તા અંગે મૂંઝવણ ઊભી કરે છે અને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો