Israel vs Hamas war | ઈઝરાયલને મોટો ઝટકો, વધુ એક જહાજનું યમનના સમુદ્ર કિનારેથી અપહરણ કરાયું


Israel vs Hamas war News Updates | ઈઝરાયલ સાથે સંકળાયેલા વધુ એક જહાજને નિશાન બનાવવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના યમનના દરિયા કિનારે અદેનમાં બની છે. જહાજના મેનેજમેન્ટનું કામ જોડિયાક મેરિટાઈમ કરે છે. જોડિયાકે રવિવારે કહ્યું કે ઈઝરાયલ સાથે સંકળાયેલા એક જહાજનું યમનના તટ નજીક અદેનની ખાડીમાં અજાણ્યા લોકોએ અપહરણ કરી લીધું છે. 

જોડિયાકે બહાર પાડ્યું નિવેદન

જોડિયાકે એક નિવેદનમાં કહ્યું કે જહાજ પર સવાર ચાલક દળના 22 સભ્યોની સુરક્ષા આપણી પ્રાથમિકતામાં છે. કંપનીએ કહ્યું કે જહાજનો કેપ્ટન તૂર્કીયેનો હતો. જોકે ચાલક દળમાં રશિયન, વિયેતનામી, બુલ્ગારિયા, ભારતીય, જ્યોર્જિયા, ફિલિપિનો નાગરિકો સામેલ છે. 

જહાજમાં શું છે? 

આ જહાજમાં ફોસ્ફોરિક એસિડ ભરેલું છે. એક ખામગી ર્ફમ એમ્બ્રેએ કહ્યું કે સેન્ટ્રલ પાર્ક નામના જહાજને નિશાન બનાવાયું છે. રવિવારે અદેનની ખાડીમાંથી આ જહાજને જપ્ત કરી લેવામાં આવ્યો હતો. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે