ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ અંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો, નિવેદન પાછું ખેંચ્યું


Israel vs Hamas war | હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા પેલેસ્ટાઈન મુદ્દાના ઉકેલ માટે રજૂ કરવામાં આવેલા ઉપાયને લઈને વિવાદ છંછેડાયો છે. આરિફ અલ્વીએ પેલેસ્ટાઈન મુદ્દાના ઉકેલ માટે પેલેસ્ટાઈન અને ઈઝરાયલના રૂપમાં બે દેશોને (Two States) બદલે એક દેશ (One States) નો ઉકેલ સૂચવ્યો હતો. અલ્વીના આ નિવેદનની ભારે ટીકા થઈ હતી. ભારે હોબાળાને જોતા થોડા કલાકો પછી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન બહાર પાડ્યું અને અલ્વીનું આ નિવેદન પાછું ખેંચી લેવાયું હતું. 

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે કરી હતી વાતચીત

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જો ઈઝરાયેલ  ટુ સ્ટેટ વિકલ્પને સ્વીકારતું નથી, તો માત્ર એક દેશ એટલે કે વન સ્ટેટ ઉકેલ જ આ મુદ્દાને ઉકેલવાનો માર્ગ છે. આ એક દેશમાં યહૂદીઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત તમામ લોકો સમાન રીતે અને સમાન રાજકીય અધિકારો સાથે સ્થાયી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન શરૂઆતથી જ ટુ સ્ટેટ સોલ્યુશનના સિદ્ધાંતના પક્ષમાં રહ્યું છે. પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હક કક્કરે રિયાધમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન ટુ સ્ટેટ એટલે કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બે અલગ અલગ દેશવાળા ઉકેલ પર ભાર મૂક્યો હતો.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું

વિવાદ વધતાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા સંશોધિત નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને આશ્વાસન આપ્યું છે કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો અનુસાર પેલેસ્ટાઈન વિવાદના ઉકેલ માટે પોતાનું સમર્થન આપશે.

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો