ઉત્સાહનો ઉજાશ પાથરીને આનંદોલ્લાસ સાથે દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી, આવતીકાલે નૂતન વર્ષ


Diwali Festival Celebrated across gujarat : અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળીના પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાંજના મુહૂર્તના સમયે ચોપડા પૂજન કર્યા બાદ લોકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડડ્યા હતા. આજે પડતર દિવસ છે જ્યારે આવતીકાલથી વિક્રમ સંવંત 2080નું આશાભર્યું આગમન થશે જ્યારે બુધવારે ભાઇ બીજનું પર્વ ઉજવાશે.

બિઝનેસ હાઉસથી માંડીને નાની દુકાનમાં ચોપડા પૂજન કરાયું 

ગઈકાલે બપો૨ 2:45 સુધી કાળીચૌદશ હતી અને ત્યારબાદ દિવાળીના પર્વનો પ્રારંભ થયો હતો. દિવાળીના પર્વનિમિત્તે ગઈકાલે બિઝનેસ હાઉસથી માંડીને નાની દુકાનમાં પણ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મહાપૂજા અને ચોપડાપૂજન વિધિ કરાવવામાં આવી હતી, જેમાં 4200 કરતાં વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. દિપોત્સવી પર્વે મંદિરને ખૂબસુંદર રોશની અને શણગાર કરવામાં આવ્યા હતા. દીવડાઓથી ઝળહળતા મંદિરમાં ભગવાનના સુંદર શણગારના દર્શન કરીને ભક્તોએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો. આજે ઠાકોરજી સમક્ષ યોજાનાર ભવ્ય અન્નકૂટના દર્શન સવારે 10 : 30 થી સાંજના 7 વાગ્યા સુધી થશે. બીજી તરફ સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર ખાતે વેપારીઓએ પહેલા ચોપડા અને ત્યારબાદ લેપટોપ પૂજન કર્યું હતું. 

સિંધુ ભવન, એસજી હાઇવે, રિવરફ્રન્ટ ખાતે ફટાકડા ફોડવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

આ ઉપરાંત 6 બાય 3ના વિશાળ ચોપડાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરનાસાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, દિવાળીના દિવસે અવશ્ય ચોપડાપૂજન કરવું જોઈએ. માણસ વર્ષ દરમ્યાન કેટલો નફો - નુક્શાન થયો તેનો હિસાબ માંડે છે. તેમ આપણે દેશ અને સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ અને દિન પ્રતિદિન વધુ સેવા થાય તે માટે કટિબદ્ધ બનવું જોઈએ.એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે. સાંપ્રત સમય પ્રમાણે ચોપડાનું પૂજન કરીએ કે, લેપટોપનું પૂજન કરવામાં આવે બંનેનું પૂજન કરવાથી સરખું જ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઘરની બહાર દીવડા પ્રકટાવીને પ્રકાશનું પર્વ ઉજવવામાં આવ્યું હતું. શહેરના નવા હોટસ્પોટ સિંધુ ભવન, એસજી હાઇવે, રિવરફ્રન્ટ ખાતે ફટાકડા ફોડવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો