OpenAIના 700 કર્મચારીઓની ચેતવણી, કહ્યું- બોર્ડ રાજીનામું આપે, નહીં તો અમે માઈક્રોસોફ્ટમાં ચાલ્યા જઈશું

OpenAIમાં ઉથલપાથલ અટકવાનું નામ લઇ રહી નથી. હવે કંપનીના 770માંથી આશરે 700 જેટલા કર્મચારીઓએ રાજીનામું આપવાની ધમકી આપી દીધી છે. તેમણે બોર્ડને કંપની ચલાવવા માટે અયોગ્ય ગણાવ્યું છે. તેમણે રાજીનામું આપવા, સેમ ઓલ્ટમેનને પરત લાવવા અને નવું બોર્ડ બનાવીને બે સ્વતંત્ર ડાયરેક્ટરોને નેતૃત્વ આપવાની માંગ કરી છે. જો તેમન થાય તો તમામ કર્મચારીઓએ રાજીનામું આપીને માઈક્રોસોફ્ટની નવી બનેલી એડવાન્સ AI લેબમાં કામ કરવા જવાની ચેતવણી આપી છે. માઈક્રોસોફ્ટે આ તમામ કર્મચારીઓને તેને ત્યાં આવી ને કામ કરવાની ઓફર પણ આપી દીધી છે.

નવું તકનીકી મોડેલ વિકસાવ્યું

કર્મચારીઓના માંગ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં મીરા મૂર્તિનો પણ સમાવેશ થાય છે જેમને શુક્રવારે વચગાળાના CEO બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોર્ડના ડિરેક્ટર અને ચીફ ડેટા સાયન્ટિસ્ટ ઇલ્યા સુતસ્કેવર સાથે COO બ્રેડ લાઇટ કેપનો સમાવેશ થાય છે. બોર્ડના નિર્દેશકોને સંબોધિત આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓએ જાતે જ નવું ટેક્નિકલ મોડલ વિકસાવ્યું, AIની સુરક્ષા માટે વૈશ્વિક ધોરણો બનાવવામાં મદદ કરી છે.

દરરોજ લાખો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની તેની અત્યાર સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં છે, પરંતુ તે પછી બોર્ડે જે રીતે ઓલ્ટમેન અને બ્રોકમેનને હટાવ્યા છે ત્યરબાદ સઘળું જોખમમાં મુકાઈ ગયું છે.  કંપની પોતાનું મિશન ભૂલી ગઈ છે. બોર્ડનું આચરણ દર્શાવે છે કે તેની પાસે OpenAI ની દેખરેખ કરવાની ક્ષમતાનો અભાવ છે. કંપનીના અધિકારીઓએ પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો, બોર્ડની ચિંતાઓ સાંભળી અને સહકાર પૂરો પાડ્યો હતો. તેમ છતાં બોર્ડે આરોપો પર કોઈ તથ્ય આપ્યું નહોતું. અધિકારીઓને સમજાઈ ગયું હતું કે બોર્ડ પોતાનું કર્તવ્ય નિભાવવાને બદલે દુર્ભાવના સાથે ચર્ચા કરી રહ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે