‘ભલે જેલમાંથી ચાલે, દિલ્હીની સરકાર તો પણ...’ CM કેજરીવાલની AAP ધારાસભ્યો સાથેની બેઠકમાં શું ચર્ચા થઈ ?

નવી દિલ્હી, તા.06 નવેમ્બર-2023, સોમવાર

દિલ્હી સરકાર (Delhi Government) સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) સહિતના તેમના નેતાઓ ED સહિતની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે કેજરીવાલે આજે પાર્ટીના ધારાસભ્યો સાથે મહત્વની બેઠક યોજી છે. બેઠક સમાપ્ત થયા બાદ દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે લિકર પોલીસી મામલે EDએ સીએમ કેજરીવાલને મોકલેલ સમન્સનો જવાબ આપ્યો છે. તેમણે કેન્દ્રની ભાજપ શાસિત નરેન્દ્ર મોદી સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા છે.

‘કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારીઓ’

સૌરભ ભારદ્વાજે (Saurabh Bharadwaj) કહ્યું કે, આપના ધારાસભ્યો-મંત્રીઓ સામે જે રીતે કેસ નોંધાયા અને જે રીતે સીએમ કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ભાજપને તેમનાથી ડર લાગે છે. જો ભાજપ અને વડાપ્રધાનને કોઈનાથી ડર હોય તો તે અરવિંદ કેજરીવાલ છે. તેઓ દિલ્હીની સત્તા પરથી અરવિંદ કેજરીવાલને કોઈપણ રીતે હટાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેઓ જાણે છે કે, જો ભાજપે કેજરીવાલને સત્તા પરથી હટાવવા હોય તો ચૂંટણી જીતીને નહીં, ષડયંત્ર રચીને હટાવી શકાય છે.

‘તમામ ધારાસભ્યોએ કેજરીવાલને હાથ જોડીને કહ્યું...’

ભારદ્વાજે વધુમાં કહ્યું કે, ‘તમામ ધારાસભ્યોએ કેજરીવાલને હાથ જોડીને કહ્યું, ભાજપ અને વડાપ્રધાન ઈચ્છે છે કે, તમે રાજીનામુ આપો અને તમારી સત્તા લઈ લેવામાં આવે... ભલે કંઈ પણ થાય, જમીનથી ચાલે, પાતાળથી ચાલે, કે પછી આકાશમાંથી ચાલે, ભલે તે જેલમાંથી ચાલે, પોલીસ કસ્ટડીમાંથી ચાલે અથવા જ્યૂડિશિયલ કસ્ટડીમાંથી ચાલે, અરવિંદ કેજરીવાલ જ દિલ્હીમાં સરકાર ચલાવશે, કારણ કે મેન્ટેડ અરવિંદ કેજરીવાલનો છે. અમે ખુણેખાચરે જઈ અરવિંદ કેજરીવાલ માટે વોટ માગ્યા છે.’ દિલ્હીના મંત્રીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જ મુખ્યમંત્રી બને... કેજરીવાલ જ સરકાર ચલાવે... દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને મેન્ડેટ આપ્યો છે... આ મેન્ડેટ સાથે રમત કરવાનો અથવા છેતરપિંડી કરવાનો કોઈને હક નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો