ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન વચ્ચે 15મીએ યોજાશે મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર કરશે ચર્ચા
સાન ફ્રાન્સિસ્કો, તા.13 નવેમ્બર-2023, સોમવાર
અમેરિકા (America)ની યજમાની હેઠળ સાન ફ્રાન્સિસ્કો શહેરમાં 11 નવેમ્બરથી APEC શિખર સંમેલન શરૂ થઈ ગયું છે, જે 17 નવેમ્બર સુધી યોજાશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે બુધવારે 15 નવેમ્બરે વિશેષ મુલાકાત યોજાશે.
બંને દેશોના સંબંધો સુધરવાના સંકેત
બંને દેશોના રાષ્ટ્રપતિઓ વચ્ચે અગાઉ એક વર્ષ પહેલા ઈન્ડોનેશિયામાં મુલાકાત યોજાઈ હતી, ત્યારે આ બંને નેતાઓ વચ્ચે ફરી મુલાકાત યોજાશે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તિરાળ જોવા મળી રહી છે, ત્યારે વિશ્વભરની નજર બંને નેતાઓની મુલાકાત પર રહેશે. બંને દેશોના નેતાઓની મુલાકાતથી બંને દેશોના સંબંધો સુધરવાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે.
બાઈડેન અને જિનપિંગ વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના
ચીન અને અમેરિકા વચ્ચે યોજાના બેઠકમાં પર્સનલ ઈન્સ્ટેસ્ટ અને ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
તાજેતરમાં યુએસ કોમર્સ વિભાગના બ્યુરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટી (BIS)એ વચગાળાનો નિયમ જારી કર્યો, જેનો ઉદ્દેશ્ય એડવાન્સ કોમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર ચિપ્સ, સુપરકોમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર કેપેબિલીટીઝ જેવી સંવેદનશીલ ટેક્નોલોજીની ચીનમાં નિકાસ પર પ્રતિબંધ મુકવાનો હતો. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, આ નિયમો 16 નવેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે. આ બાબતે પણ બંને દેશોના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે.
અમેરિકાએ સેમીકંડક્ટર ચિપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તાજેતરમાં જ ચીનને વધુ એક આંચકો આપ્યો હતો. બેક્ટેરિયા માટે મુખ્ય ખનિજ કહેવાતા ગ્રેફાઈટરની ચીનમાં નિકાસ કરવા પર અંકુશ મુકવાની અમેરિકાએ જાહેરાત કરી છે. આ ખનિજ ફોનથી લઈને ઈલેક્ટ્રિક વ્હીકલ્સને પાવર આપવામાં ઉપયોગી થાય છે. આ પ્રતિબંધ 1 ડિસેમ્બર-2023થી લાગુ થઈ જશે.
બાઈડેન અને જિનપિંગ વચ્ચે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધ, પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
Comments
Post a Comment