સાઉદ અરેબિયામાં 57 દેશોના સંગઠનની બેઠક યોજાઈ, ઈઝરાયેલની કાર્યવાહીને અટકાવવા તખતો ઘડાયો

રિયાદ, તા.12 નવેમ્બર-2023, રવિવાર

સાઉદી અરેબિયા (Saudi Arabia)ની રાજધાની રિયાદમાં આરબ નેતાઓ અને ઈરાન (Iran)ના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં હમાસ વિરુદ્ધ યુદ્ધમાં ઈઝરાયેલ દ્વારા કરાયેલી કાર્યવાહીની નિંદા કરવામાં આવી છે. હવે ગાઝામાં એવો ડર વધી ગયો છે કે, આ યુદ્ધ અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે છે. હમાસ દ્વારા 7મી ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલા કર્યા બાદ આરબ લીગ અને ઈસ્લામિક સહયોગ સંગઠન (IOC)એ ઈમરજન્સી બેઠક યોજાઈ છે. બેઠકમાં ઈઝરાયેલી અધિકારીએ કહ્યું કે, લગભગ 1200 લોકોના માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા અને 239 લોકોને બંધક બનાવી લેવાયા હતા.

સાઉદી અરેબિયાના પ્રિન્સે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું

હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના હુમલામાં 11 હજારથી વધુ લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. શિખર સંમેલન અંગે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (Mohammed bin Salman Al Saud) શનિવારે કહ્યું હતું કે, સાઉદી અરેબિયા પેલેસ્ટાઈની લોકો પર આચરવામાં આવેલ ગુનાઓ માટે કબજો કરનાર (ઈઝરાયેલ) અધિકારીઓના જવાબદાર માને છે.

ઈઝરાયેલી સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે

ગાઝા અને વેસ્ટ બેંકમાં ઈઝરાયેલના કબજા અંગે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે, અમને વિશ્વાસ છે કે આ ક્ષેત્રમાં સુરક્ષા, શાંતિ અને સ્થિરતાની ગેરેન્ટી આપવાનો એકમાત્ર રસ્તો કબજો, ઘેરાબંધી અને વસાહતોને ખતમ કરવાનો છે. ઉલ્લેખનિય છે કે, ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે માર્ચમાં સંબંધો સુધર્યા બાદ. ત્યારે તેઓ પ્રથમવાર રિયાધ સંમેલનમાં આવ્યા છે. અહીં તેમણે કહ્યું કે, ગાઝામાં ઈઝરાયેલી સેનાની કાર્યવાહીને કારણે ઈસ્લામિક દેશોએ તેને આતંકવાદી સંગઠન જાહેર કરવી જોઈએ.

ક્રુડ પુરવઠામાં અવરોધ ઉભો કરવાની, આર્થિક સંબંધો તોડવાની ઈઝરાયેલને ધમકી

આરબ લીગ અને ઓઆઈસીમાં ઈરાન સહિત 57 દેશો સામેલ છે. આરબ રાજદ્વારીઓએ જણાવ્યું કે, આરબ લીગના પ્રતિનિધિમંડળોના અંતિમ નિવેદન પર સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા બાદ બેઠકોને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજદ્વારીઓએ કહ્યું કે, અલ્જેરિયા અને લેબનોન સહિત કેટલાક દેશોએ ગાઝામાં તબાહીનો જવાબ આપવા ઈઝરાયેલ અને તેના સહયોગીઓને ક્રુડ પુરવઠામાં અવરોધ ઉભો કરવાની ધમકી આપવાનો તેમજ આરબ લીગના કેટલાક દેશોએ ઈઝરાયેલ સાથે આર્થિક અને રાજદ્વારી સંબંધો તોડવાની ધમકી આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો