ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામને લઈને કતારનું મોટું એલાન, બે દિવસની વધી સમય મર્યાદા

ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાર દિવસનું યુદ્ધ વિરામ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે કતારના વિદેશ મંત્રાલયે મોટું એલાન કર્યું છે કે, આ યુદ્ધ વિરામ બે દિવસ માટે વધારાયું છે. આ જાહેરાત બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધ વિરામના અંતિમ દિવસે થઈ છે.

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ગાઝા પટ્ટી પર માનવીય યુદ્ધવિરામને વધારવા માટે કરાર કર્યો છે. હવે આ બે દિવસ માટે વધારવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કતાર જાહેરાત કરે છે કે ચાલી રહેલી મધ્યસ્થા હેઠળ ગાઝા પટ્ટીમાં માનવીય યુદ્ધ વિરામને વધુ બે દિવસ માટે વધારવા પર એક કરાર થયો છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મિસ્રની સાથે કતાર પ્રમુખ મધ્યસ્થા કરી રહ્યા છે. આ જાહેરાત બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધ વિરામના અંતિમ દિવસે થઈ છે.

મહત્વનું છે કે, બંને વચ્ચેના કરાર હેઠળ, ઈઝરાયલે 39 પેલેસ્ટાઈન કેદીઓને મુક્દ કર્યા, જ્યારે હમાસે 13 બંધકોને મુક્ત કર્યા હતા. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધ બાદ આ પહેલીવાર યુદ્ધ વિરામ છે.

કેટલા લોકોના જીવ ગયા?

ગાઝા પટ્ટી પર શાસન કરી રહેલા હમાસે 7 ઓક્ટોબર સવારે ઈઝરાયલ પર રોકેટ હુમલા કરી ઘુષણખોરી શરૂ કરી હતી. જેના પર નેતન્યાહૂએ કહ્યું હતું કે, અમે યુદ્ધમાં છીએ અને જીતીશું. અલઝઝીરાના રિપોર્ટ અનુસાર, આ યુદ્ધમાં ઈઝરાયલના 1 હજાર 200 લોકોના જીવ ગયા. ત્યારે, પેલેસ્ટાઈનના 14 હજાર 854 લોકોના જીવ ગયા છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો