VIDEO : બિહારના છપરામાં મોટી દુર્ઘટના, સરયૂ નદીમાં હોડી પલટી, 18 લોકો લાપતા, 3ના મૃતદેહ મળ્યા

છપરા, તા.01 નવેમ્બર-2023, બુધવાર

બિહાર (Bihar)ના છપરા (Chhapra)માં આજે મોટી દુર્ઘટના બની છે. અહીં સરયૂ નદી (Sarayu River)માં હોડી પલટી જતા અફરાતફરી મચી છે. આ ઘટનામાં 18 લોકો લાપતા થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. આઘટના માંઝીના મટિયાર પાસે બની છે. સ્થાનિક તરવૈયાઓ પણ લાપતા થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. ઘટના મોડી સાંજે બની હોવાથી લાપતા લોકોને શોધવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દરમિયાન ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓની પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહતબચાવ કામગીરીમાં લાગી ગયા છે.

બોટ પર સવાર તમામ લોકો ખેડૂત હતા

મળતા અહેવાલો મુજબ બોટ પર સવાર તમામ લોકો ખેડૂત હતા, જેઓ દિયારામાં ખેતી કરે છે. દિયારામાં ખેતી કર્યા બાદ તેઓ બોટમાં સવાર થઈ પોત-પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન અચાક હોડી પલટી જવાની ઘટના બની છે. હાલ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે લગભગ 18 લોકો હજુ પણ લાપતા હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો