રાજસ્થાનમાં ગંભીર અકસ્માત, બ્રિજ પરથી રેલવે ટ્રેક પર પટકાઈ બેકાબૂ બસ, 4ના મોત, 24 ઘવાયા

image : Twitter



Rajasthan Accident: રાજસ્થાનથી એક ભીષણ અકસ્માતના અહેવાલ મળી રહ્યાં છે. અહીં દૌસા ક્લેક્ટ્રી સર્કલ નજીક રેલવે બ્રિજ પર એક બસ બેકાબૂ થઈ જતાં રેલવે ટ્રેક પર પટકાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો મૃત્યુ પામી ગયા હતા. જોકે અનેક ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા 

દૌસાના એડીએમ રાજકુમાર કસ્વાએ કહ્યું કે દુર્ઘટના બાદ 28 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર મૃતકો પણ સામેલ હતા. ડૉક્ટરો યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યા છે. એસડીએમને પણ ઘટનાસ્થળે તપાસ માટે રવાના કરાયા હતા. 

ટ્રેનોની અવર-જવર બંધ 

દુર્ઘટના બાદ ડીએમ સહિત અનેક મોટા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના નેશનલ હાઈવે નંબર 21 પર સર્જાઈ હતી. જોકે અકસ્માતને લીધે ટ્રેનોની અવર-જવર બંધ થઇ ગઈ હતી. માહિતી અનુસાર એક મુસાફર બસ બ્રિજની રેલિંગ તોડી નીચે રેલવે ટ્રેક પર પટકાઈ હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો