ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા મજૂરો સુધી પાણી, ફૂડ પેકેટ પહોંચાડાયા


- ટનલનો હિસ્સો ધસી પડયાના 48 કલાક બાદ પણ મજૂરો ફસાયેલા

- મુખ્યમંત્રી ધામીએ ટનલની મુલાકાત લીધી, વોકિટોકીની મદદથી મજૂરોનો સંપર્ક કરાયો, બધા સુરક્ષીત હોવાનો દાવો

- ટનલનો 30થી 35 મિટર હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો, બધો કાટમાળ હટાવવામાં હજુ એક દિવસ લાગી શકે છે

ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો એક હિસ્સો ધસી પડયો હતો. આ ઘટનાના ૪૮ કલાક બાદ પણ ટનલમાં ફસાયેલા મજૂરોને હજુસુધી બહાર નથી કાઢી શકાયા. રેસ્ક્યૂ કરી રહેલા અધિકારીઓએ દાવો કર્યો છે કે ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં હજુ એક બે દિવસ લાગી શકે છે. હાલમાં મજૂરોને ઓક્સિજન પહોંચતો કરી દેવાયો છે. સાથે જ તેમને પાઇપની મદદથી ભોજન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે. 

હાલમાં મજૂરોને બહાર કાઢવા માટે પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ, ૧૦૮ ઇમર્જન્સી સર્વિસ વગેરે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી હતી. ટનલના કાટમાળને બહાર કાઢવા માટે વર્ટિકલ ટ્રિલિંગ સહિતના આધુનિક મશીનનો તૈનાત કરવામાં આવ્યા છે. અગાઉ એવા અહેવાલો હતા કે ભુસ્ખલનને કારણે ટનલનો હિસ્સો ધસી પડયો હતો. 

બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઇવે પર સિકિયારા અને દંદલગાંવ વચ્ચે આવેલી આ ટનલમાં જે મજૂરો તેમની યાદી જાહેર કરવામાં આવી છે.

 આ મજૂરોમાં મોટા ભાગના  બિહાર, ઝારખંડ, બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે. ઘણા સમયથી  રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે જોકે હજુસુધી કોઇ મજૂરને બહાર કાઢવામાં નથી આવ્યો.

પ્રવેશ દ્વારથી ૨૦૦ મિટર અંદર આ ઘટના ઘટી છે. ૪.૫ કિમી લાંબી નિર્માણાધીન ટનલનુ ચાર કિમીનું નિર્માણ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.  મજૂરો ૨૮૦૦ મિટર અંદર ફસાયેલા છે જેને કારણે તેમને રેસ્ક્યૂ કરવામાં વધુ મુશ્કેલી આવી રહી છે. ટનલનો ૩૫ મિટર હિસ્સો ધસી પડયો છે. જેથી કાટમાળ હટાવવામાં હજુ એક બે દિવસ લાગી શકે છે. પોલીસે જણાવ્યું હતું કે મજૂરો સુધી વોકીટોકી પહોંચાડી દેવાયો છે. જેના દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કમ્પ્રેસરની મદદથી મજૂરો સુધી ફૂડ પેકેટ પહોંચતા કરાઇ રહ્યા છે જ્યારે પાઇપની મદદથી પાણી અને ઓક્સિજન પહોંચતા કરાઇ રહ્યા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો