સાઉથ આફ્રિકા સામેની T20-ટેસ્ટ-ODI મેચ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત-સૂર્યા-રાહુલને સોંપાઈ મોટી જવાબદારી

નવી દિલ્હી, તા.30 નવેમ્બર-2023, ગુરુવાર

Team India for South Africa Tour 2023 : યજમાન સાઉથ આફ્રિકા સામેની ટી20 અને ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના મુખ્ય પસંદગીકર્તા અજીત અગરકરે આજે દિલ્હીમાં ત્રણેય ફોર્મેટની સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારત ત્રણ ટી20, ત્રણ વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ત્રણેય ફોર્મેમાં ટીમના 3 ખેલાડીઓને જુદી જુદી જવાબદારી સોંપાઈ છે. સૂર્યકુમાર યાદવને ટી20નો કેપ્ટન બનાવાયો છે, તો કે.એલ.રાહુલને વન-ડે સિરિઝ તેમજ રોહિત શર્માને ટેસ્ટની જવાબદારી સોંપાઈ છે.

સંજૂ સેમસન અને યજુવેન્દ્ર ચહલનો વન-ડે ટીમમાં સમાવેશ

સંજૂ સેમસન અને યજુવેન્દ્ર ચહલનો વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે, જ્યારે નવા ચહેરા તરીકે રજત પાટીદાર, સાઈ સુદર્શનને પણ ટીમમાં સામેલ કરાયા છે. શુભમન ગીલ અને સૂર્યકુમાર યાદવની વન-ડે ટીમમાંથી બાદબાકી થઈ છે, તો ટેસ્ટમાં કે.એલ.રાહુલ અને ઈશાન કિશનને વિકેટકીપર તરીકે જવાબદારી સોંપાઈ છે. ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહને જ્યારે ટી20માં રવિન્દ્ર જાડેજાને ઉપ-સુકાની બનાવાયો છે. સૌથી ખાસ વાત એ છે કે, ઋતુરાજ ગાયકવાડને ત્રણેય ફોર્મેટમાં સામેલ કરાયો છે.

ટેસ્ટ મેચમાં આ ખેલાડીઓને અપાઈ એન્ટ્રી

2 ટેસ્ટ મેચ માટેની ભારતની ટીમ: રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકેટર), કેએલ રાહુલ (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ (ઉપ-સુકાની), પ્રસિદ્ધ કૃષ્ણ...

ભારતની વન-ડે ટીમ

3 વનડે માટે ભારતની ટીમ : રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ. , મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર...

ભારતીય T20 ટીમ

3 T20 મેચો માટેની ભારતની ટીમ : યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (સુકાની), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર-જૈસવાલ (વિકેટકીપર) કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર...

ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ

  • 10 ડિસેમ્બર પ્રથમ T20, ડરબન
  • 12 ડિસેમ્બર, બીજી T20, પોર્ટ એલિઝાબેથ
  • 14 ડિસેમ્બર, ત્રીજી T20, જોહાનિસબર્ગ
  • 17 ડિસેમ્બર, પ્રથમ ODI, જોહાનિસબર્ગ
  • 19 ડિસેમ્બર, બીજી ODI, પોર્ટ એલિઝાબેથ
  • 21 ડિસેમ્બર, ત્રીજી ODI, પાર્લ
  • 26થી 30 ડિસેમ્બર, પ્રથમ ટેસ્ટ, સેન્ચુરિયન
  • 03થી 07 જાન્યુઆરી, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ

ભારત અને સાઉથ આફ્રિકાનો રેકોર્ડ ઈતિહાસ

  • કુલ વન-ડે મેચ : 91માંથી ભારત 38 અને દક્ષિણ આફ્રિકા 50 મેચ જીત્યું, જ્યારે 3 મેચ અનિર્ણિત
  • કુલ T20 મેચ : 24માંથી ભારત 13 અને દક્ષિણ આફ્રિકા 10 મેચ જીત્યું, જ્યારે 1 મેચ અનિર્ણિત
  • કુલ ટેસ્ટ મેચ : 42માંથી ભારત 15 અને દક્ષિણ આફ્રિકા 17 મેચ જીત્યું, જ્યારે 10 મેચ ડ્રો થઈ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો