Israel Hamas War : ‘નાગરિકોની સુરક્ષા ખુબ જરૂરી’, ગાઝામાં ખુંવારી વચ્ચે અમેરિકાનું મોટું નિવેદન, ઈઝરાયેલને કરી વિનંતી
યેરુશલેમ, તા.03 નવેમ્બર-2023, શુક્રવાર
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને (US Secretary of State Antony Blinken) આજે ઈઝરાયેલને ગાઝાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આગ્રહ કર્યો છે. બ્લિંકને કહ્યું કે, ઈઝરાયેલે પોતાની સુરક્ષા માટે પગલા ભરવા જોઈએ, જોકે ઈઝરાયેલ હમાસ સાથેના યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝામાં ફસાયેલા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે એમ કહ્યું કે, અમે ઈઝરાયેલ સાથે તે પ્રસ્તાવનો મજબુત સાથ આપીએ છીએ કે, ઈઝરાયેલ પાસે અધિકાર ઉપરાંત પોતાની રક્ષા કરવાની જવાદારી પણ છે અને 7 ઓક્ટોબર જેવી ઘટના ફરી ન બને તે પણ સુનિશ્ચિત કરવાનું છે.
નાગરિકોની સુરક્ષા અંગે વિદેશમંત્રીએ શું કહ્યું ?
અમેરિકાના વિદેશમંત્રીએ નાગરિકોની સુરક્ષા અંગે કહ્યું કે, ઈઝરાયેલ પોતાની સુરક્ષા કેવી રીતે કરે છે, તે મહત્વનું છે. તેમણે હમાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હમાસના હુમલામાં ફસાયેલ નાગરિકોને સુરક્ષિત બચાવવા માટે સખત તમામ પગલા ભરવા જોઈએ.
ગાઝાની ઘેરાબંધી, લેબનાન-ઈઝરાયેલ સરહદ પર વધ્યો તણાવ
ઈઝરાયેલી સૈનિકોએ મજબુતી સાથે ગાઝાની ઘેરાબંધી કરી લીધી છે. સૈનિકોનું લક્ષ્યાંક ગાઝા (Gaza)માં હમાસનો ખાતરો કરવાનું છે. આ જ કારણે ઈઝરાયેલી સૈનિકો ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે. તો બીજીતરફ ઈઝરાયેલની ગાઝામાં કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે તેનો લેબનોન સાથે પણ સંઘર્ષ વધી શકે છે. દરમિયાન ઈઝરાયેલનો લેબનોન (Israel-Lebanon) સાથે સંઘર્ષ વધવાની સંભાવના જોવા મળી રહી છે, કારણ કે ઈઝરાયેલે સરહદ પર હાઈએલ્ટ મોડમાં સૈન્ય ખડકી દીધા છે. ઉલ્લેખનિય છે કે, હિજ્બુલ્લાહ નેતા હસન નસરલ્લાહ (Hezbollah Leader Hassan Nasrallah)ના નિવેદન બાદ ઈઝરાયેલ-લેબનોન વચ્ચે સરહદ પર તણાવ ખુબ વધ્યો છે.
Comments
Post a Comment