Posts

Showing posts from July, 2025

કર્ણાટકની મહિલામાં નવા 'દુર્લભ' પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી

Image
Rare Blood Group : દુનિયામાં અગાઉ ક્યાંય ઓળખી ન કાઢવામાં આવ્યું હોય તેવું એક નવું રક્ત ગ્રુપ દક્ષિણ ભારતમાં કર્ણાટકના કોલાર જિલ્લામાં વસતી 38 વર્ષની એક મહિલામાં મળી આવ્યું છે. આ મહિલા કોલારમાં કાર્ડિયાક સર્જરી માટે હોસ્પિટવમાં દાખલ થઇ ત્યારે તેના લોહીના અસામાન્ય ગ્રુપની જાણ થઇ હતી. આ મહિલાનું રક્ત ગ્રુપ ઓ આરએચ પોઝિટિવ હતું. આ એક સામાન્ય બ્લડ ગ્રુપ છે પણ ઉપલબ્ધ ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપમાંથી એક પણ યુનિટ તેને ંમેચ થતું નહોતું. 

BREAKING: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, કાલથી નવા ભાવ અમલી

Image
Image Source: IANS LPG Cylinder Price Cut:  ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.

25% ટેરિફ ઝીંકવા છતાં હજુ ભારત સાથે વાતચીત ચાલુ, પરંતુ BRICSનો સભ્ય બનવા બદલ પેનલ્ટી તો થશે : ટ્રમ્પ

Image
Trump on Tariff: અમેરિકાએ ફરી એકવાર ભારત પર 25% ટેરિફ ઝીંક્યો છે. 30 જુલાઈના રોજ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઈચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે.

ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું'

Image
India Reacts on US Tariff: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાતના કેટલાક કલાકો બાદ નવી દિલ્હીએ કહ્યું કે, તેઓ વોશિંગટન ડી.સી.ની સાથે ટ્રેડ ડીલ કરતાં ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર આકરાં પગલાં ભરશે. ભારતે કહ્યું કે, 'સરકારે આપણા ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના કલ્યાણની રક્ષા અને સંવર્ધનને સૌથી વધુ મહત્ત્વ આપે છે. સરકારે આપણા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે, જેમ કે બ્રિટન સાથે આર્થિક અને વેપાર કરાર સહિત અન્ય કરાર મુદ્દે કર્યું છે.

જાપાનમાં 16 જગ્યાએ સુનામીની 'એન્ટ્રી', અમેરિકામાં પણ ફફડાટ, ટ્રમ્પે એલર્ટ જાહેર કર્યું

Image
  Russia Earthquack News : રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જાપાનમાં 16 જગ્યાએ સુનામીની જાણે એન્ટ્રી થઇ ગઈ હોય તેવા અહેવાલ છે. 

'જલદી ટ્રેડ ડીલ કરો નહીંતર 25% ટેરિફ ભરવા તૈયાર રહો...' ભારતને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી!

Image
Donald trump news : ટ્રેડ ડીલ ફાઈનલ કરવા માટે ભારત સરકારે અમેરિકાને 1 ઓગસ્ટની સમયમર્યાદા મુલતવી રાખવા અપીલ કરી હતી પરંતુ આ ડેડલાઈન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો આ તારીખ સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે કોઈ વેપાર કરાર નહીં થાય, તો હું ભારત પર 20-25 ટકા સુધીનો ટેરિફ લાદીશ.  ભારતને મિત્ર ગણાવતા આપી 'ધમકી' આ માહિતી મામલા સાથે સંકળાયેલા સરકારી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. મંગળવારે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે ભારત એક સારો મિત્ર છે, પરંતુ તેણે લગભગ દરેક દેશ કરતાં વધુ ટેરિફ વસૂલ્યા છે.

રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ, દરિયાના મોજા કિનારે પહોંચતા સુનામીનું એલર્ટ

Image
Russia Earthquack News : રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.7 મપાઈ હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS) ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. જેના બાદથી જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. 

હવે નેધરલેન્ડ સરકારે વધાર્યું ઈઝરાયલનું ટેન્શન, PM નેતન્યાહૂના ખાસ મંત્રીઓ પર લગાવ્યો પ્રતિબંધ

Image
Israel-Netherlands Controversy : ઈઝરાયલ ગાઝામાં ભયાનક હુમલાઓ કરી રહ્યું છે, જેમાં રોજબરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે આ મામલે નેધરલેન્ડ સરકારે કડક વિરોધ દર્શાવી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu)ના ખાસ બે મંત્રીઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ પહેલા બંને મંત્રીઓ પર બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, નોર્વેએ પ્રતિબંધ લગાવ્યો હતો. નેધરલેન્ડે નેતન્યાહૂના ખાસ બે મંત્રીઓ પર લગાવ્યો પ્રતિબંધ નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસ્પર વેલ્ડકૈંપે (Caspar Veldkamp) સોમવારે મોડી રાત્રે સાંસદોને પત્ર લખ્યો છે અને તેમાં બેન્જામિનના બે ખાસ મંત્રીઓ પર પ્રતિબંધ અને કેટલીક કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘ગાઝામાં યુદ્ધ બંધ થવું જોઈએ.

સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરી તો એક્શન લેવાશે, મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ માટે નવું ફરમાન

Image
તસવીર : IANS  New Social Media Rules for Maharashtra Govt Staff : મહારાષ્ટ્રમાં હવેથી સરકારી કર્મચારીઓ રાજ્ય તથા કેન્દ્ર સરકાર, દેશના અન્ય રાજ્યોની સરકાર તથા ભૂતકાળની કોઈ પણ સરકારની ટીકા નહીં કરી શકે. મહારાષ્ટ્રની NDA સરકારે સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયાને લઈને ગાઈડલાઇન જાહેર કરી છે. કર્મચારીઓને કડક નિર્દેશ અપાયા છે કે વ્યક્તિગત અને સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ અલગ અલગ રાખવા પડશે. નિયમોનું ઉલ્લંઘન કરતાં કર્મચારીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર સિવિલ સેવા આચરણ નિયમ 1979 હેઠળ કાર્યવાહી કરાશે. 

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, હાઈલેવલ બેઠક બાદ મોતની સજા રદ; જાણો શું છે મામલો

Image
Nimisha Priya Yemen verdict : ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મોતની સજા સંભળવવામાં આવી હતી, જે હવે રદ કરી દેવામાં આવી છે. ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબૂબકર મુસલિયારના કાર્યાલય તરફથી નિવેદન જાહેર કરી આ મામલે પુષ્ટિ કરવામાં આવી છે. જોકે હજુ સુધી યમનની વર્તમાન સરકાર દ્વારા કોઈ લેખિત પુષ્ટિ થઈ નથી. ભારતના ગ્રાન્ડ મુફ્તી તરફથી કહેવામાં આવ્યું છે કે નિમિષા પ્રિયાને અગાઉ મોતની સજા સંભળાવવામાં આવી હતી તે સંપૂર્ણપણે રદ કરી દેવાઈ છે.  સમાચાર એજન્સી ANI અનુસાર ગ્રાન્ડ મુફ્તી દ્વારા કહેવામાં આવ્યું છે કે યમનના પાટનગર સનામાં એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ

Image
Image Source: IANS India-Russia Friendship: ભારત અને રશિયા વચ્ચે મજબૂત સંબંધોથી અમેરિકા અને NATO દેશ પરેશાન છે.

જામનગરના ધ્રોલમાં કરુણાંતિકા, રમતા-રમતા પાણીના ખાડામાં પડી જતાં 3 બાળકોના ડૂબવાથી મોત

Image
Jamnagar News : ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે નદી-નાળા છલકાયા છે, ત્યારે જામનગરના ધ્રોલમાં 3 બાળકો રમત-રમતમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. ખાડામાં ડૂબવાથી બાળકોના મોત નીપજ્યા હતા.  3 બાળકોના ડૂબવાથી મોત મળતી માહિતી મુજબ, જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ ખાતે ખેત મજૂરની 2 દીકરી અને 1 દીકરો રમતા-રમતા પાણીના ખાડામાં પડી જવાથી ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

હરિદ્વાર બાદ બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત

Image
પ્રતિકાત્મક તસવીર 

યુરોપિયન યુનિયન સામે 15 ટકા ટેરિફ ઝીંકવાનું ટ્રમ્પનું એલાન, ડીલ હેઠળ અમેરિકન હથિયારો ખરીદાશે

Image
US and EU Deal : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક મોટા અને ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે આ કરારને 'અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર' ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે. ટ્રમ્પે શું કહ્યું?  આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું કે આ કરાર હેઠળ તમામ દેશોના બજારો ખોલવામાં આવશે અને યુરોપિયન યુનિયન પર તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ સાથે, EU અમેરિકા પાસેથી સૈન્ય સંસાધનની ખરીદીમાં પણ વધારો કરશે.

VIDEO: ટેકઓફ સમયે જ લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના ટળી

Image
USA Plane Landing Gear Failed : અમેરિકન એરલાઇન્સનું વિમાન AA3023 માં શનિવારે ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ કરવા જતાં જ લેન્ડિંગ ગિયરમાં ભીષણ આગ લાગી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં જ અફરાતફરી મચી ગઇ હતી. વિમાનમાં લગભગ 173 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જોકે તમામને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. 

અમેરિકાના મિશિગનમાં મોટી ઘટના : વૉલમાર્ટમાં 11 લોકો પર ચપ્પા વડે હુમલો, આરોપીની ધરપકડ

Image
USA Wallmart news : અમેરિકાથી ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ટ્રેવર્સ સિટી નજીક આવેલા એક વૉલમાર્ટમાં હુમલાખોરે ચપ્પા વડે હુમલો કરીને લગભગ 11 જેટલાં લોકોને નિશાન બનાવતા હડકંપ મચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આ હુમલામાં 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામની હાલ ટ્રેવર્સ સિટીમાં આવેલી મુનસુન મેડિકલ સેન્ટર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

‘યુદ્ધ અટકાવો નહીં તો...’ ટ્રમ્પની કંબોડિયા-થાઈલેન્ડને ધમકી, ભારત-પાકિસ્તાન ઘર્ષણનો પણ કર્યો ઉલ્લેખ

Image
Donald Trump Mediates Thailand-Cambodia Ceasefire : કંબોડિયા-થાઈલેન્ડના યુદ્ધમાં હવે અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને ટેલિફોન કરીને મધ્યસ્થા માટે વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, બંને દેશોના યુદ્ધમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે, તેથી યુદ્ધ અટકાવી દેવું જોઈએ. આ યુદ્ધે મને ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણની યાદ અપાવી દીધી છે, જેને મેં સફળતાપૂર્વક અટકાવી દીધું હતું. ટ્રમ્પની કંબોડિયા-થાઈલેન્ડને ચિમકી

'આ લોકો વાતોથી નહીં માને...', હમાસ પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલને છુટ્ટો દોર આપ્યો

Image
Donald Trump On Hamas : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ સામે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ઇઝરાયલને છૂટો દોર આપી દીધો છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે હવે ગાઝામાં સૈન્ય અભિયાન વધુ તીવ્ર બનાવે. ખરેખર તો હમાસે અમેરિકા સમર્થિત શાંતિ વાટાઘાટોના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.  ત્યારબાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે.  તે ફક્ત મોત ઈચ્છે છે.

પુતિન અને ઝેલેન્સ્કીની મુલાકાત થશે? રશિયાએ કહ્યું- પહેલા આટલી શરતો માનવી પડશે

Image
Vladimir Putin And Volodymyr Zelenskyy Meeting : રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ શકે છે. રશિયાએ સંકેત આપ્યા છે કે, આ મુલાકાત બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી માટેનો આખરી તબક્કો હોઈ શકે છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે, ‘પુતિન-ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે, પરંતુ વાટાઘાટ કરનારાઓ દ્વારા યોગ્ય આધાર તૈયાર કરાયા વગર મુલાકાત થવી અસંભવ છે. શાંતિ સમજૂતીના અંતિમ તબક્કાના ભાગરૂપે જ બંને વચ્ચે બેઠક થઈ શકે છે. યુદ્ધવિરામ માટે ઝેલેન્સ્કીના અનેક પ્રયાસો

અમેરિકામાં ગ્રીન કાર્ડ-વિઝાધારકોને મોટો આદેશ, તમામ પેપર્સ સાથે રાખજો નહીંતર દંડ થશે

Image
USA News :  અમેરિકામાં   પ્રમુખ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા ત્યારથી અમેરિકાના નાગરિક ન હોય પરંતુ કાયદેસર અમેરિકામાં વસ્યા હોય તેવા તમામ ઉપર પણ તવાઈ શરૂ કરી દીધી છે, અને જાતજાતના તઘલખી હુક્મો કરે છે. ધી યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (સીબીપી)એ અમેરિકાના નાગરિક નહી અને ગ્રીન કાર્ડ ધરાવતા હો તેઓને તેમનાં રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટસ સતત સાથે રાખવા હુક્મ કર્યો છે નહીં તો દંડ થશે અને બનાવટ કરવાના આરોપસર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ફેડરલ લો (સમગ્ર સમવાયતંત્રને લાગુ પડતો) કાનૂની છે અને તે 18 વર્ષ અને તેથી વધુ વયના તમામ વિદેશીઓને લાગુ પડે છે. સીબીપીનો આ હુક્મ લાખ્ખોને અસરકર્તા બની રહે છે જે પૈકી ભારતીયો સૌથી વધુ સંખ્યામાં ત્યાં રહેતા હોઈ તેમણે સતત જાગૃત રહેવું પડશે.

ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ઍલર્ટ

Image
Rain Forecast, Gujarat : રાજ્યના છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે શુક્રવારે (25 જુલાઈ) નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 26 જુલાઈના રોજ દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.  27 જુલાઈની આગાહી 27 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને 23 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન

Image
- 498-Aનો આડેધડ ઉપયોગ ભારતીય લગ્ન સંસ્કૃતિની ખૂશ્બુનો નાશ કરી શકે - યુપીમાં 498-Aની FIR દાખલ થયાની સાથે જ બે મહિનાનો કૂલિંગ પીરિયડ શરૂ થઇ જશે, મામલો પરિવાર કલ્યાણ સમિતિ પાસે જશે Supreme Court News : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું છે કે દહેજ માટે પત્ની પર થતો અત્યાચાર રોકવા માટેની કલમ 498એના મામલાઓમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવામાં આવે. કલમ 498એનો દુરુપયોગ અટકાવવા માટે અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી તેને સુપ્રીમ કોર્ટે બહાલ રાખી છે. આ ગાઇડલાઇનમાં જ 498એના કેસોમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવાની જોગવાઇ કરાઇ છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલી આ મહત્વની ગાઇડલાઇનને માન્ય રાખી છે.

IND vs ENG: રિષભ પંતને પગમાં થઈ ઈજા, પહેલા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 264/4

Image
Image Source: IANS IND vs ENG:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો આજે(23 જુલાઈ) પહેલો દિવસ હતો. પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 264 રન બનાવી લીધા છે.

'પાયલટની ભૂમિકા પર પાયાવિહોણા સવાલ', અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે કેન્દ્ર સરકારે અપડેટ આપી

Image
તસવીર : IANS India Rejects Pilot Blame in Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગરમાં 12મી જૂને થયેલા પ્લેન ક્રેશ મામલે હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી. જોકે પ્રાથમિક અહેવાલ પ્રસિદ્ધ થયા બાદથી જ દોષનો ટોપલો પાયલટ પર ઢોળવા પ્રયાસ કરાઇ રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકારે ફરી મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ રાજ્યસભામાં કહ્યું છે કે તપાસ સંપૂર્ણ રીતે ભારતમાં જ થઈ રહી છે અને પહેલી વખત બ્લેકબોક્સ પૂર્ણતઃ ભારતમાં જ ડીકોડ કરાશે. 

હવે BCCIએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે ! વિધેયક તૈયાર, આવતીકાલે સંસદમાં રજૂ કરાશે

Image
National Sports Governance Bill : સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે એટલે કે આવતીકાલે (23 જુલાઈ) એક મહત્ત્વનું બિલ રજુ થવાનું છે. આ બિલનું નામ ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક’ છે, જેમાં તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને પણ સામેલ કરાયું છે, તેમ રેલવે મંત્રાલયના સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. રાષ્ટ્રીય મહાસંઘોની જેમ BCCIએ કાયદાઓનું પાલન કરવું પડશે સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક કાયદો બની ગયા બાદ તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ બીસીસીઆઈને પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે. વર્ષ 2028માં લૉસ એન્જલસમાં ઓલમ્પિક ખેલોમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે, ત્યારે બીસીસીઆઈ પહેલેથી જ ઓલમ્પિક આંદોલનનો ભાગ બની ગયું છે.

નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો

Image
Who will become the next Vice President: સંસદનું ચોમાસું સત્ર ગઈકાલે જ શરુ થયું અને પ્રથમ દિવસની કામગીરી બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યનું કારણ આપીને રાજીનામું આપ્યું છે. જોકે વિપક્ષ તથા રાજકીય પંડિતોને આ વાત ગળે નથી ઉતરી રહી. જોકે હાલ તેમના ઉત્તરાધિકારીની શોધ શરૂ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપના નેતૃત્વ હેઠળના NDA પાસે લોકસભા અને રાજ્યસભાના સભ્યો સહિતના ચૂંટણી મંડળમાં બહુમતી છે. ધનખડના રાજીનામા પછી, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? હરિવંશ નારાયણ સિંહનું હાલ ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચર્ચાઈ રહ્યું છે 

આરોગ્ય જ કારણ કે પછી રાજકીય ખેલ? જગદીપ ધનખડના રાજીનામાં પર કેમ ઉઠી રહ્યા છે સવાલ

Image
Dhankhar Resignation Sparks Political Row : જગદીપ ધનખડે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યું છે. સંસદમાં ચોમાસું સત્ર ગઇકાલે જ શરૂ થયું છે. તેઓ પ્રથમ દિવસે એક્ટિવ પણ દેખાયા, તો અચાનક સાંજે રાજીનામું કેમ આપ્યું? તેમણે આરોગ્યનું કારણ આપી રાજીનામું આપ્યું છે. જોકે વિપક્ષ તથા રાજકીય પંડિતોને આ વાત ગળે નથી ઉતરી રહી. રાજીનામાંના ટાઈમિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. 

જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું

Image
Vice President Jagdeep Dhankar Resigns : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે (21 જુલાઈ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપેલા પત્રમાં આરોગ્ય સંબંધી કારણો અને તબીબી સલાહનો હવાલો આપીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ધનખડે રાજીનામું પત્રમાં શું લખ્યું? ધનખડે રાજીનામા પત્રમાં લખ્યું છે કે, ‘મને સંસદના માનનીય સભ્યોનો સ્નેહ, વિશ્વાસ અને સમ્માન મળ્યું છે, તે જીવનભર હૃદયમાં યાદ રહેશે.’ તેમણે પોતાના ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળને યાદ કરીને કહ્યું કે, ‘આપણા મહાન લોકશાહી તંત્રમાં મને ઉપરાષ્ટ્રપતિ તરીકે જે અનુભવ અને દ્રષ્ટિકોણ મળ્યો છે, તે માટે હું આભારી છું.

ચીનના સુપર સોલ્જર પ્રયોગો અંગે દુનિયા અંધારામાં : ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી

Image
- હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મોને વાસ્તવિક બનાવવા મથામણ - શારીરિક-માનસિક રીતે વધુ શ્રેષ્ઠ માણસ બનાવવા માણસના ડીએનએમાં ફેરફાર પર કેન્દ્રીત પ્રયોગોમાં ચીનની સફળતા અંગે દુનિયા અજાણ બેઈજિંગ: હોલિવૂડમાં વર્ષ ૧૯૯૨માં યુનિવર્સિલ સોલ્જર નામની ફિલ્મ આવી હતી, જેમાં માણસ અને રોબોટના સંયોજનથી અમેરિકાએ સુપર સોલ્જર બનાવ્યા હોવાનું દર્શાવાયું હતું. આજના આધુનિક યુગમાં ચીન એઆઈના ઉપયોગથી જીનેટિકલી મોડીફાઈડ સુપર સોલ્જર બનાવી રહ્યું છે અને તેના આ પ્રયોગ અંગે દુનિયા અંધારામાં હોવાનો એક ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીએ દાવો કર્યો છે. ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી નિકોલસ એફ્ટિમિઆડેસનું માનવું છે કે ચીનનો આ પ્રયોગ દુનિયા માટે ખતરનાક બની શકે છે.

VIDEO : ચીન-હોંગકોંગમાં 'વિફા' વાવાઝોડાનું તાંડવ, ફ્લાઈટ-ટ્રેન વ્યવહાર ખોરવાયો, ફિલિપાઈન્સમાં 43000 લોકોને અસર

Image
Hong Kong And China Wipha Typhoon : ‘વિફા’ વાવાઝોડાએ વિયેતનામ બાદ ચીન, હોંગકોંગમાં ભારે તબાહી શરૂ કરી દીધી છે, જેના કારણે રવિવારે (20 જુલાઈ) બંને દેશોમાં અનેક ફ્લાઈટો અને ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વિફા દેશના દક્ષિણ કિનારાથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હોંગકોંગ, શેન્જેન, ઝુહાઈ અને મકાઉ એરપોર્ટના વેબસાઈટમાં કહેવાયું છે કે, વાવાઝોડાના કારણે મોટાભાગની ફ્લાઈટો રદ અથવા સ્થગિત કરી દેવાઈ છે. હોંગકોંગમાં લગભફગ 400 ફ્લાઈટો રદ કરાયા બાદ 80 હજાર પ્રવાસીઓ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત કેટલીક હાઈ-સ્પીડ ટ્રેન સેવા પણ રદ કરવામાં આવી છે.

વિયેતનામમાં 'વિફા' વાવાઝોડાની ઝપેટમાં આવતા બોટ પલટી, 30થી વધુ લોકોના મોત

Image
Vietnam  News: વિયેતનામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. શનિવારે(19 જુલાઈ) વિયેતનામના હાલોંગ ખાડીમાં પ્રવાસીઓ સવાર હોડી પલટી જતાં 30થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી. સરકારી મીડિયા અનુસાર, હોડીમાં કુલ 53 લોકો સવાર હતા. દક્ષિણ ચીન સમુદ્રમાંથી 'વિફા' વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બપોરે લગભગ 2 વાગ્યે (સ્થાનિક સમય) બોટ પલટી ગઈ. આ સમયે દરિયામાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પણ પડી રહી હતી.

'42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,' કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર

Image
Mallikarjun kharge Targets PM Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કર્ણાટકના મૈસુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મણિપુરમાં થયેલી હિંસા પર પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'વડાપ્રધાને 42 દેશોની મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ એક પણ વખત મણિપુરની મુલાકાત લીધી નથી.' મણિપુરમાં એક વર્ષ કરતાં પણ વધુ સમયથી જાતીય હિંસા અને અસ્થિરતા ચાલી રહી છે, જેના પર કેન્દ્ર સરકારની ભૂમિકા પર વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યું છે. આ પણ વાંચો : બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા મણિપુર હિંસા પર પીએમ મોદી પર આકરા પ્રહારો

અમદાવાદના વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર હુમલો, સ્થાનિક યુવકોએ કરી મારામારી

Image
Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર કેટલાક યુવકોએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકોએ હુમલો કરતાં કેટલીક મહિલાઓને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં મારામારીની ઘટનાને લઈને પીડિતો ઓઢવ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે. 

શું છે 'નૉનવેજ દૂધ'? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર

Image
Non-veg Milk, India-US trade deal : ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ 'નૉનવેજ દૂધ'ના કારણે અટકી છે, ત્યારે શું છે 'નૉનવેજ દૂધ' અને ભારત-અમેરિકાની ટ્રેડ ડીલને લઈને વિગતે જાણકારી મેળવીએ. ભારતે સાફ જણાવ્યું છે તે, 'નૉનવેજ દૂધ'ની કોઈપણે કિંમતે આયાત નહીં કરે. ભારતમાં દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જેને લઈને ભારતે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ટ્રેડ ડીલમાં 'નૉનવેજ દૂધ' ભારતની 'રેડ લાઇન' છે. ભારત અમેરિકા સાથે એવા કોઈ પણ દૂધનો વ્યાપાર નહીં કરે, જેનાથી શુદ્ધતા અને પવિત્રતા પર શંકા થાય.

'શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?' બંગાળી પ્રવાસીઓના 'ઉત્પીડન' મામલે મમતા બેનર્જીની પગપાળા કૂચ

Image
Mamata Banerjee's Foot March : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારે વરસાદ વચ્ચે કોલકાતામાં બંગાળી પ્રવાસીઓના 'ઉત્પીડન' મામલે પગપાળા કૂચ કરીને વિરોધ નોંધાવ્યો છે. મમતા બેનર્જીએ આજે બુધવારે (16 જુલાઈ) ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી લોકો સાથે કથિત રીતે ઉત્પીડનના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.  કોલકાતામાં નીકળેલા વિરોધ પ્રદર્શનમાં રાજ્યની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની એકતા પણ જોવા મળી હતી. આ કૂચમાં મમતા બેનર્જી સાથે અભિષેક બેનર્જી અને પાર્ટીના તમામ મોટી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

'હું કોઈના પક્ષમાં નથી...', ટ્રમ્પની ફરી 'ગુલાંટ', યુક્રેનને રશિયા પર હુમલો કરવાની ના પાડી દીધી

Image
Donald Trump news : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવા અહેવાલોથી કિનારો કરી લીધો હતો જેમાં એવા દાવો કરાયો હતો કે તેમણે યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું.  ટ્રમ્પે કહ્યું કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ મોસ્કોને નિશાન ન બનાવવું જોઈએ. ટ્રમ્પની આ ટિપ્પણી રશિયા સામે કડક વલણ જાહેર કર્યાના એક દિવસ પછી આવી છે, જેમાં યુક્રેન માટે સૈન્ય સહાયનો નવો જથ્થો પણ સામેલ છે. ટ્રમ્પે કહ્યું - હું માનવતાના પક્ષમાં  ટ્રમ્પે વ્હાઇટ હાઉસના સાઉથ લૉનમાં પત્રકારોને કહ્યું, "હું કોઈના પક્ષમાં નથી.

દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ થયા, RTIના ડેટામાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Image
RTI Report on Plane Engine : અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર તૂટી પડવાની દુર્ઘટના અંગે એએઆઈબીના પ્રાથમિક રિપોર્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. એએઆઈબી પર પાઈલટ પર દોષારોપણ નાંખીને અમેરિકન વિમાન કંપની બોઈંગને બચાવવાના આક્ષેપ થઈ રહ્યા છે. આવા સમયે એક આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે કે છેલ્લા પાંચ વર્ષમાં હવામાં જ 65 વિમાનોના એન્જિન ફેઈલ થઈ ગયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)ના આંકડા મુજબ વર્ષ 2020થી 2025 વચ્ચે ઉડ્ડયન સમયે ૬૫ વખત એન્જિન ફેઈલ થઈ ગયા. આ સિવાય 17 મહિનામાં 11 મેડે કોલ નોંધાયા હતા.

જાતિના નામે રાજકીય પક્ષો દ્વારા થતું રાજકારણ દેશ માટે ખતરનાક, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

Image
Supreme Court News : દેશમાં જાતિના નામે થતા રાજકારણને લઇને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી, સાથે જ કહ્યું હતું કે આ પ્રકારનું રાજકારણ દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમનું રાજકીય પક્ષ તરીકેનું રજિસ્ટ્રેશન રદ કરવાની માગ સાથે એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જોકે સુપ્રીમ કોર્ટે આ માગણી ફગાવી હતી સાથે જ જાતિના રાજકારણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કેટલાક એવા પક્ષો છે કે જે જાતિના નામે રાજકારણ કરે છે જે દેશ માટે ખતરનાક છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બગ્ચીની બેંચે અવલોકન કર્યું હતું કે એઆઇએમઆઇએમનું બંધારણ કહે છે કે આ પક્ષનો મૂળ હેતુ લઘુમતી સહિત તમામ પછાત વર્ગ માટે કામ કરવાનો છે. જેને દેશનું બંધારણ પણ છૂટ આપે છે. આ રાજકીય પક્ષ જે કામ કરવાની વાત કરે છે તે જ કામ કરવાની વાત આપણુ બંધારણ પણ કરે છે.

વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન

Image
QS Ranking List : લંડન સ્થિત ક્વાક્વેરેલી સાયમન્ડ્સ દ્વારા મંગળવારે (15 જુલાઈ) વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિશ્વના શ્રેષ્ઠ 150 શહેરોની ‘ક્યૂએસ બેસ્ટ સ્ટૂડન્ટ્સ સિરીઝ રેન્કિંગ-2026’ નામની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં દક્ષિણ કોરિયાના સિઓલ શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે તેમાં ભારતના ચાર શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈનો સમાવેશ કરાયો છે. તેમાં મુંબઈને 98 રેન્ક, દિલ્હીને 104, બેંગલુરુને 108 અને ચેન્નાઈને 128 રેન્ક અપાયો છે. ચારેય રાજ્યોની રેન્કિંગમાં સુધારો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શ્રેષ્ઠ શહેરોની રેન્કિંગમાં સ્થાન મેળવી પોતાની શ્રેષ્ઠ શિક્ષણ સ્થિતિ સાબીત કરી છે.

શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત

Image
Balasore Harassment Case: ઓડિશાના બાલાસોરમાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મંગળવારે AIIMS ભુવનેશ્વરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીનીએ આ મહિનાની શરૂઆતમાં તેના HOD પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.  કોલેજ વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી ન કરવાથી હતાશ થઈને વિદ્યાર્થિનીએ કેમ્પસમાં પોતાને આગ લગાવી દીધી હતી, જેમાં તે 90 ટકા દાઝી ગઈ હતી. તેને પહેલા બાલાસોર જિલ્લા હેડક્વાર્ટર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર બનતા 12 જુલાઈના રોજ તેને AIIMS ભુવનેશ્વર રીફર કરવામાં આવી હતી.

પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય: સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Image
Supreme Court News  : પતિ-પત્ની સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પતિ-પત્નીએ ગુપ્ત રીતે રેકોર્ડ કરેલી વાતચીતને છૂટાછેડાના કેસમાં પુરાવા તરીકે રજુ કરી શકે છે. અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું હતું કે સંમતિ વગર પતિ કે પત્ની દ્વારા એકબીજાના કોલ રેકોર્ડ ના કરી શકાય, આવુ કરવું પ્રાઇવેસીનો ભંગ છે. જોકે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ ચુકાદાને રદ કરી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી, અને કહ્યું હતું કે એવી દલીલો કરવામાં આવી હતી કે આ પ્રકારના પુરાવા સ્વીકાર કરી લેવાથી ઘરેલુ સદભાવના અને લગ્ન સંબંધ પ્રભાવિત થશે. પતિ-પત્ની વચ્ચે જાસૂસીને પણ પ્રોત્સાહન મળશે.

યુક્રેનની વહારે આવ્યા ટ્રમ્પ, પુતિનને ધમકી આપી કહ્યું, ‘50 દિવસમાં યુદ્ધ બંધ કરો નહીં તો...’

Image
America-Russia Controversy : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, ‘જો રશિયા 50 દિવસમાં યુદ્ધ નહીં અટકાવે તો તેના પર ભારેભરખમ ટેરિફ ઝિંકવામાં આવશે. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે, યુદ્ધ બંધ થાય. રશિયાએ યુદ્ધ બંધ કરીને વેપાર પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. વાસ્તવમાં NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથે ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રશિયાને ધમકી આપી છે.

VIDEO: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શુભાંશુ શુક્લાની ફેરવેલ, બોલ્યા- 'આજ કા ભારત સારે જહાં સે અચ્છા'

Image
Astronaut Shubhanshu Shukla Video: ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ અંતરિક્ષથી વિદાય લેશે. આ ખાસ ક્ષણ એક વિદાય સમારોહ તરીકે આજે સાંજે 7:25 વાગ્યે (ભારતીય સમયાનુસાર) આયોજિત કરાયું હતું. આ સમારોહ LIVE પ્રસારિત કરાયો, જેને દુનિયાભરના લાખો લોકોએ નિહાળ્યું. ફેરવેલ પ્રોગ્રામમાં Ax-4 મિશનની ટીમ અને NASAની Expedition 7E ટીમના સભ્ય પણ સામેલ રહ્યા. જણાવી દઈએ કે, શુભાંશુ શુક્લા ISS પર પહોંચનારા પહેલા ભારતીય છે. ફેરવેલ સમારોહમાં શુભાંશુ શુક્લાએ ભારત માટે મેસેજ આપતા કહ્યું કે, 'આજ કા ભારત સારે જહાં સે અચ્છા દિખતા હૈ.

ભોજન માટે વલખાં મારતા લોકો પર ઈઝરાયલનો ફરી ગોળીબાર, ગાઝામાં વધુ 54 લોકોનાં મોત

Image
- અમેરિકાથી પરત ફરતા જ નેતન્યાહુએ ગાઝા પર હુમલા વધાર્યા - ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના સૈન્ય ઓપરેશનમાં 250 સ્થળોએ હુમલા કરાયા, હમાસ હજુ પણ સક્રિય હોવાનો દાવો - ઇઝરાયેલે ગયા મહિને ઇરાન પર કરેલા હુમલાઓમાં પાંચ કેદી સહિત એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા Israel vs Gaza War Updates : ગાઝામાં ભુખમરાનો સામનો કરી રહેલા નાગરિકો પર ઇઝરાયેલ દ્વારા ખુલ્લેઆમ હુમલા થઇ રહ્યા છે. ગાઝા પટ્ટી પર કરાયેલા હવાઇ હુમલામાં ચાર બાળકો સહિત 28 નાગરિકોના મોત નિપજ્યા હતા જ્યારે ભોજન વિતરણ કેન્દ્ર તરફ જઇ રહેલા નાગરિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 24 લોકોના મોત નિપજ્યા હતા, આમ એક જ દિવસમાં ઇઝરાયેલે 54 જેટલા નાગરિકોનો ભોગ લીધો છે. 

પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ

Image
- અમરનાથ યાત્રા વચ્ચે સેનાએ સર્ચ ઓપરેશન ઝડપી બનાવ્યું - નેપાળના રાષ્ટ્રપતિના સલાહકારે ભારતીય એજન્સીઓને એલર્ટ કરી : પાક. નેપાળની સરહદેથી આતંકીઓ ભારતમાં ઘૂસાડી હુમલાની ફિરાકમાં Pahalgam news : સુરક્ષાદળોએ જમ્મુ પ્રાંતને આતંકવાદ મૂક્ત બનાવવા માટે મહાભિયાન શરૂ કરી દીધુ છે, જેના ભાગરૂપે કઠુઆ, કિશ્તવાડ, રાજૌરી, પુંચ અને રિયાસીના પર્વતીય વિસ્તારોમાં આતંકીઓની શોધખોળ ઝડપી બનાવાઇ છે. સત્તાવાર રીતે સક્રિય આતંકીઓના આંકડા જાહેર નથી કરાયા પરંતુ આ સંખ્યા 60 આસપાસ હોવાની શક્યતાઓ છે. આ તમામ આતંકીઓ ત્રણથી પાંચની ટોળકી બનાવીને સ્થળ બદલતા રહે છે.

IND vs ENG: ઈંગ્લેન્ડની જેમ ભારતની પણ પહેલી ઈનિંગ 387 રન પર સમેટાઈ, કેએલ રાહુલે ફટકારી સદી

Image
Image : IANS IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025નો ત્રીજો મુકાબલો લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આજે (12 જુલાઈ) આ મુકાબલાનો ત્રીજા દિવસનો છે.

BIG BREAKING | અમદાવાદ પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર, ચોંકાવનારા ખુલાસા

Image
AAIB releases preliminary report on Air India plane crash in Ahmedabad : 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં એકને છોડી બાકી તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સનું મૃત્યુ થયું હતું. આ વિમાન દુર્ઘટના મામલે AAIBએ પ્રાથમિક તપાસનો રિપોર્ટ જાહેર કર્યો છે. પ્રાથમિક તપાસમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે. 

12 થી 17 જુલાઈ સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા ત્રાટકશે મેઘરાજા

Image
Rain Forecast : રાજ્યમાં જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલ થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 17 જુલાઈ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 14 જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.  હવામાન વિભાગની આગાહી મુજબ, 12-13 જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

બ્રાઝિલ બાદ હવે કયા દેશ પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો? 35 ટકા ટેરિફની સાથે ધમકી પણ આપી

Image
Trump Slaps 35% Tariff on Canadian Imports : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વિશ્વભરના દેશો સાથે ટ્રેડ વોર શરૂ કરી છે. છેલ્લા એક સપ્તાહથી એક બાદ એક અનેક દેશો પર ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. ટેરિફ યુદ્ધમાં બ્રાઝિલ બાદ હવે કેનેડાને મોટો ઝટકો લાગ્યો છે.  કેનેડા પર ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પની ખુલ્લી ધમકી ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી છે કે આગામી પહેલી ઓગસ્ટથી કેનેડાથી આયાત થતાં સામાન પર 35 ટકા ટેક્સ વસૂલવામાં આવશે.