'જલદી ટ્રેડ ડીલ કરો નહીંતર 25% ટેરિફ ભરવા તૈયાર રહો...' ભારતને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી!


Donald trump news : ટ્રેડ ડીલ ફાઈનલ કરવા માટે ભારત સરકારે અમેરિકાને 1 ઓગસ્ટની સમયમર્યાદા મુલતવી રાખવા અપીલ કરી હતી પરંતુ આ ડેડલાઈન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો આ તારીખ સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે કોઈ વેપાર કરાર નહીં થાય, તો હું ભારત પર 20-25 ટકા સુધીનો ટેરિફ લાદીશ. 

ભારતને મિત્ર ગણાવતા આપી 'ધમકી'

આ માહિતી મામલા સાથે સંકળાયેલા સરકારી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. મંગળવારે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે ભારત એક સારો મિત્ર છે, પરંતુ તેણે લગભગ દરેક દેશ કરતાં વધુ ટેરિફ વસૂલ્યા છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો