યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, હાઈલેવલ બેઠક બાદ મોતની સજા રદ; જાણો શું છે મામલો


Nimisha Priya Yemen verdict : ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મોતની સજા સંભળવવામાં આવી હતી, જે હવે રદ કરી દેવામાં આવી છે. ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબૂબકર મુસલિયારના કાર્યાલય તરફથી નિવેદન જાહેર કરી આ મામલે પુષ્ટિ કરવામાં આવી છે. જોકે હજુ સુધી યમનની વર્તમાન સરકાર દ્વારા કોઈ લેખિત પુષ્ટિ થઈ નથી. ભારતના ગ્રાન્ડ મુફ્તી તરફથી કહેવામાં આવ્યું છે કે નિમિષા પ્રિયાને અગાઉ મોતની સજા સંભળાવવામાં આવી હતી તે સંપૂર્ણપણે રદ કરી દેવાઈ છે. 

સમાચાર એજન્સી ANI અનુસાર ગ્રાન્ડ મુફ્તી દ્વારા કહેવામાં આવ્યું છે કે યમનના પાટનગર સનામાં એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો