જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું

Vice President Jagdeep Dhankar Resigns : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે (21 જુલાઈ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપેલા પત્રમાં આરોગ્ય સંબંધી કારણો અને તબીબી સલાહનો હવાલો આપીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
ધનખડે રાજીનામું પત્રમાં શું લખ્યું?
ધનખડે રાજીનામા પત્રમાં લખ્યું છે કે, ‘મને સંસદના માનનીય સભ્યોનો સ્નેહ, વિશ્વાસ અને સમ્માન મળ્યું છે, તે જીવનભર હૃદયમાં યાદ રહેશે.’ તેમણે પોતાના ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળને યાદ કરીને કહ્યું કે, ‘આપણા મહાન લોકશાહી તંત્રમાં મને ઉપરાષ્ટ્રપતિ તરીકે જે અનુભવ અને દ્રષ્ટિકોણ મળ્યો છે, તે માટે હું આભારી છું.
Comments
Post a Comment