અમેરિકામાં ગ્રીન કાર્ડ-વિઝાધારકોને મોટો આદેશ, તમામ પેપર્સ સાથે રાખજો નહીંતર દંડ થશે

USA News : અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા ત્યારથી અમેરિકાના નાગરિક ન હોય પરંતુ કાયદેસર અમેરિકામાં વસ્યા હોય તેવા તમામ ઉપર પણ તવાઈ શરૂ કરી દીધી છે, અને જાતજાતના તઘલખી હુક્મો કરે છે. ધી યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (સીબીપી)એ અમેરિકાના નાગરિક નહી અને ગ્રીન કાર્ડ ધરાવતા હો તેઓને તેમનાં રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટસ સતત સાથે રાખવા હુક્મ કર્યો છે નહીં તો દંડ થશે અને બનાવટ કરવાના આરોપસર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ ફેડરલ લો (સમગ્ર સમવાયતંત્રને લાગુ પડતો) કાનૂની છે અને તે 18 વર્ષ અને તેથી વધુ વયના તમામ વિદેશીઓને લાગુ પડે છે.
સીબીપીનો આ હુક્મ લાખ્ખોને અસરકર્તા બની રહે છે જે પૈકી ભારતીયો સૌથી વધુ સંખ્યામાં ત્યાં રહેતા હોઈ તેમણે સતત જાગૃત રહેવું પડશે.
Comments
Post a Comment