VIDEO: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શુભાંશુ શુક્લાની ફેરવેલ, બોલ્યા- 'આજ કા ભારત સારે જહાં સે અચ્છા'

Astronaut Shubhanshu Shukla Video: ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ અંતરિક્ષથી વિદાય લેશે. આ ખાસ ક્ષણ એક વિદાય સમારોહ તરીકે આજે સાંજે 7:25 વાગ્યે (ભારતીય સમયાનુસાર) આયોજિત કરાયું હતું. આ સમારોહ LIVE પ્રસારિત કરાયો, જેને દુનિયાભરના લાખો લોકોએ નિહાળ્યું. ફેરવેલ પ્રોગ્રામમાં Ax-4 મિશનની ટીમ અને NASAની Expedition 7E ટીમના સભ્ય પણ સામેલ રહ્યા. જણાવી દઈએ કે, શુભાંશુ શુક્લા ISS પર પહોંચનારા પહેલા ભારતીય છે. ફેરવેલ સમારોહમાં શુભાંશુ શુક્લાએ ભારત માટે મેસેજ આપતા કહ્યું કે, 'આજ કા ભારત સારે જહાં સે અચ્છા દિખતા હૈ.
Comments
Post a Comment