પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય: સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Supreme Court News : પતિ-પત્ની સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પતિ-પત્નીએ ગુપ્ત રીતે રેકોર્ડ કરેલી વાતચીતને છૂટાછેડાના કેસમાં પુરાવા તરીકે રજુ કરી શકે છે. અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું હતું કે સંમતિ વગર પતિ કે પત્ની દ્વારા એકબીજાના કોલ રેકોર્ડ ના કરી શકાય, આવુ કરવું પ્રાઇવેસીનો ભંગ છે. જોકે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ ચુકાદાને રદ કરી નાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી, અને કહ્યું હતું કે એવી દલીલો કરવામાં આવી હતી કે આ પ્રકારના પુરાવા સ્વીકાર કરી લેવાથી ઘરેલુ સદભાવના અને લગ્ન સંબંધ પ્રભાવિત થશે. પતિ-પત્ની વચ્ચે જાસૂસીને પણ પ્રોત્સાહન મળશે.
Comments
Post a Comment