વિયેતનામમાં 'વિફા' વાવાઝોડાની ઝપેટમાં આવતા બોટ પલટી, 30થી વધુ લોકોના મોત

Vietnam  News: વિયેતનામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. શનિવારે(19 જુલાઈ) વિયેતનામના હાલોંગ ખાડીમાં પ્રવાસીઓ સવાર હોડી પલટી જતાં 30થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી. સરકારી મીડિયા અનુસાર, હોડીમાં કુલ 53 લોકો સવાર હતા. દક્ષિણ ચીન સમુદ્રમાંથી 'વિફા' વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બપોરે લગભગ 2 વાગ્યે (સ્થાનિક સમય) બોટ પલટી ગઈ. આ સમયે દરિયામાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પણ પડી રહી હતી.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો