હવે નેધરલેન્ડ સરકારે વધાર્યું ઈઝરાયલનું ટેન્શન, PM નેતન્યાહૂના ખાસ મંત્રીઓ પર લગાવ્યો પ્રતિબંધ

Israel-Netherlands Controversy : ઈઝરાયલ ગાઝામાં ભયાનક હુમલાઓ કરી રહ્યું છે, જેમાં રોજબરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે આ મામલે નેધરલેન્ડ સરકારે કડક વિરોધ દર્શાવી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu)ના ખાસ બે મંત્રીઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ પહેલા બંને મંત્રીઓ પર બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, નોર્વેએ પ્રતિબંધ લગાવ્યો હતો.
નેધરલેન્ડે નેતન્યાહૂના ખાસ બે મંત્રીઓ પર લગાવ્યો પ્રતિબંધ
નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસ્પર વેલ્ડકૈંપે (Caspar Veldkamp) સોમવારે મોડી રાત્રે સાંસદોને પત્ર લખ્યો છે અને તેમાં બેન્જામિનના બે ખાસ મંત્રીઓ પર પ્રતિબંધ અને કેટલીક કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘ગાઝામાં યુદ્ધ બંધ થવું જોઈએ.
Comments
Post a Comment