ઉદ્ધવ અને રાજ ઠાકરે એકજૂટ થતાં કોંગ્રેસ દુવિધામાં, એકલા હાથે મ્યુનિ. ચૂંટણી લડવા મજબૂર

Mumbai News : ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મુંબઈના વરલીમાં ગઈકાલની વિજય રેલીમાં અત્યારે સાથે આવ્યા છીએ અને હવે સાથે જ રહેશું તેવી ઘોષણા કરતાં બંને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ સાથે લડશે તે લગભગ નક્કી મનાય છે. આ નવા રાજકીય ઘટનાક્રમના કારણે 2019ની વિધાનસભા ચૂંટણી પછી રચાયેલી ત્યારની અવિભાજિત શિવસેના, ત્યારની અવિભાજિત એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડી હવે વિખેરાઈ જશે એ પણ સ્પષ્ટ બન્યું છે. કોંગ્રેસ નોખો ચોકો રચીને મુંબઈ, પુણે, નાસિક સહિતની તમામ મ્યુનિસિપલ ચૂંટણીઓ એકલા હાથે જ લડશે તે પણ હવે લગભગ નક્કી થઈ ગયું છે.
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી છેલ્લે 2017માં થઈ હતી. ત્યારે ભાજપને 82 અને ત્યારની અવિભાજિત શિવસેનાને 84 બેઠક મળી હતી.
Comments
Post a Comment