ચીનના સુપર સોલ્જર પ્રયોગો અંગે દુનિયા અંધારામાં : ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી

- હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મોને વાસ્તવિક બનાવવા મથામણ
- શારીરિક-માનસિક રીતે વધુ શ્રેષ્ઠ માણસ બનાવવા માણસના ડીએનએમાં ફેરફાર પર કેન્દ્રીત પ્રયોગોમાં ચીનની સફળતા અંગે દુનિયા અજાણ
બેઈજિંગ: હોલિવૂડમાં વર્ષ ૧૯૯૨માં યુનિવર્સિલ સોલ્જર નામની ફિલ્મ આવી હતી, જેમાં માણસ અને રોબોટના સંયોજનથી અમેરિકાએ સુપર સોલ્જર બનાવ્યા હોવાનું દર્શાવાયું હતું. આજના આધુનિક યુગમાં ચીન એઆઈના ઉપયોગથી જીનેટિકલી મોડીફાઈડ સુપર સોલ્જર બનાવી રહ્યું છે અને તેના આ પ્રયોગ અંગે દુનિયા અંધારામાં હોવાનો એક ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીએ દાવો કર્યો છે. ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી નિકોલસ એફ્ટિમિઆડેસનું માનવું છે કે ચીનનો આ પ્રયોગ દુનિયા માટે ખતરનાક બની શકે છે.
Comments
Post a Comment