અમદાવાદના વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર હુમલો, સ્થાનિક યુવકોએ કરી મારામારી

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર કેટલાક યુવકોએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકોએ હુમલો કરતાં કેટલીક મહિલાઓને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં મારામારીની ઘટનાને લઈને પીડિતો ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Comments
Post a Comment