પ્રાણીઓ પર અત્યાચારને હિંસાભર્યો ગુનો ગણો
ગંભીર ગુનાઓ હેઠળ જેલમાં પુરાયેલા પૈકી ૮૦ ટકા ગુનેગારોએ તેમનો પ્રથમ ક્રાઇમ પ્રાણીઓ પર કર્યો હતો
કમનસીબીએ છે કે ભારતમાં પ્રાણીઓ પર યાતના ગુજારનારને ૧૯૬૦માં બનાવેલા કાયદા હેઠળ ૫૦ રૂપિયા દંડ લઇને છોડી દેવામાં આવે છે
પ્રાણીઓ પર થતા અત્યાચારોને પોલીસે ગંભીર ગણવા જોઈએ. પ્રાણીઓ પરના અત્યાચારને ઘરેલુ અત્યાચાર સાથે જોડાયો છે, તેને હિંસાભર્યો ગુનો નથી ગણાતો એમ ક્રાઇમ સ્કવોડે વિશ્વભરમાં કરેલા સર્વે પરથી જણાયું છે.
આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને (FBI) જાહેર કર્યું છે કે તે પ્રાણીઓ પરના અત્યાચારના ગુનાનો વર્ગ બદલીને તેને 'ગુ્રપ-એ'માં મુકશે. આ ગૃપ નેશનલ ઇન્સીડન્ટ બેઝડ રીપોર્ટીંગ સિસ્ટમ (NIBRS) સાથે જોડાયેલું છે.
આનો અર્થ એ થયો કે અમેરિકામાં પ્રાણીઓ પરની યાતનાને ટોપ સ્તરનો ગુનો ગણાશે. ભૂતકાળમાં પ્રાણીઓ પરની યાતનાને ગૃપ-બીમાં સમાવાતી હતી જે માઇનોર ક્રાઈમમાં ગણાતું હતું. જેમાં યાતના કેટલી સકત હતી તે જાણી શકાતું નહોતું. નવી માર્ગદર્શિકા હેઠળ પ્રાણીઓ પર ગુજારાતી યાતનાને આગ ચાંપવી, અપહરણ કે હિંસાચારની જેમ સીરીયસ ક્રાઇમ ગણવામાં આવશે.
આ ફેરફારના કારણે પ્રાણીઓ પર ગુજારાતી યાતના કરનારાઓને પકડી શકાશે. આ ફેરફારથી ત્રણ લાભ થશે. પ્રાણીઓ પરનો જુલમ ઘટશે, પ્રાણીઓ પર યાતના ગુજારનારા સાથે પોલીસનું વર્તન બદલાશે. આવા લોકો મોટા ભાગે પોલીસ દળમાં હોય છે, એટલે તે ગુનાને બહુ ગંભીર બનીને લેતા નથી. આ નવા કાયદાથી પ્રાણીઓ પર યાતના ગુજારનારા પણ પકડાઈ જશે.
આમ સુરક્ષા દળોની પણ જવાબદારી વધશે. પ્રાણીઓ પરના ઘાતકી અત્યાચારના મુદ્દાને ચાર કેટેગરીમાં મુકાઇ છે. આ કેટેગરીમાં પ્રાણીઓને નકારવા, હાથે અપાતી યાતના અને અંદરો-અંદરની લડાઈ (જેમ કે ડૉણ ફાઇટીંગ) અને પ્રાણીઓનું જાતીય શોષણ વગેરેનો સમાવેશ થાય છે.
એફબીઆઈ છેલ્લા એક વર્ષના ગુનાઓના ડેટા નેશનલ શેરીફ એસોસીએશન અને એનીમલ વેલફેર ઇન્સ્ટીટયુટ પાસેથી મંગાવ્યા છે. પ્રાણીઓ પરના ઘાતકી અત્યાચારોની આ યાદી-૨૦૧૭ના રીપોર્ટ એજન્સીઓની સાઇટ પર જોવા મળે છે.
એફબીઆઈના એન્યુઅલ ક્રાઇમ રીપોર્ટમાં પ્રાણીઓ પર આચરાતા ગુનાનો પણ સમાવેશ છે. સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટે પણ પ્રાણીઓ પરના અત્યાચારના ગુનાના આંકડા એફબીઆઈને મોકલવા પડશે.
શા માટે એફબીઆઈએ પ્રાણી પરની યાતના પરના ગુનાને ગંભીરતાથી લેવા શરૂ કર્યા છે ? કેમ કે તેમણે નોંધ્યું તેમજ આપણે સૌએ જોયું છે કે કેટલાક યુવાનો પ્રાણીઓને યાતના આપીને મારી નાખે છે. તેમની આ રીતે આગળ ના વધે એટલે સકત પગલાની જરૂર રહેતી નથી. ગંભીર ગુનાઓ હેઠળ જેલમાં પુરાયેલા પૈકી ૮૦ ટકા ગુનેગારોએ તેમનો પ્રથમ ક્રાઇમ પ્રાણીઓ પર કર્યો હતો.
સીરીયલ કીલર્સ પણ શરૂઆતમાં પ્રાણીઓ પર વેર રાખતા હતા. એફબીઆઈ પણ હવે જાણી ગયું છે કે પ્રાણીઓ પર યાતના ગુજારનાર અને માનવ જાત પર અત્યાચાર કરનારા વચ્ચે એક પ્રકારનું સામ્ય છે, એટલે જ એફબીઆઈને હવે ડેટાનું મહત્વ સમજાવવા લાગ્યું છે. આ રીતે પ્રાણીઓ પરના ગુના, ઘરેલું હિંસા, ડ્રગ્સની હેરાફેરી અને અન્ય ક્રાઇમ વચ્ચે લીંક હોવાનું મનાય છે.
એફબીઆઈના ક્રાઇમ રીપોર્ટીંગના પ્રોગ્રામની ૧૮,૦૦૦ શહેરો, કોલેજો, કાઉન્ટી, રાજ્ય, આદિવાસી વિસ્તાર વગેરેને આવરી લેવાયા છે. પ્રાણીઓ પર અત્યાચાર કરનારાઓ સામે કડક હાથે કામ લેવાશે.
જો કે કમનસીબીએ છે કે ભારતમાં પ્રાણીઓ પર યાતના ગુજારનારને ૧૯૬૦માં બનાવેલા કાયદા હેઠળ ૫૦ રૂપિયા દંડ લઇને છોડી દેવામાં આવે છે. પ્રિવેન્શન ઓફ ક્રૂઆલીટી ટુ એનીમલ્સ એક્ટ ૧૯૬૦ હેઠળ ગુના નોંધવામાં આવે છે. જો કે વર્ષોથી પ્રાણીઓ પરના ગંભીર અત્યાચારોને પણ હળવા હાથે લેવાતા હતા.
આપણો બીજા અને સૌથી ગંભીર મુદ્દો એ છે કે ક્રાઇમ પરનું કોઇ નેશનલ રજીસ્ટર નથી. મારું મંત્રાલય આ અંગે વારંવાર માગણી કરી રહ્યું છે. સેક્સના ક્રાઇમ, ખૂનીઓ, આગ ચાંપનારા અપહરણ કરનારા વગેરેનું કોઈ રજીસ્ટર નથી. તે હોય તો તેમાંથી આપણે પ્રાણીઓ પર યાતના ગુજારનારાઓને શોધી શકીએ.
અહીં કેટલાક ક્રાઇમ આપ્યા છે, જેના પર ગંભીર બનીને વિચારવું જોઈએ.
(૧) જે લોકો પ્રાણીઓ પર બળાત્કાર કરે છે. તાજેતરમાં દિલ્હી હોસ્પિટલમાં ત્રણ છોકરાઓને દાખલ કરાયા હતા. તેમના પ્રાઇવેટ પાર્ટ પર ઊઝરડા પડી ગયા હતા. આ ઊઝરડા એટલા માટે પડયા હતા કે તેમણે ઘેટાના બચ્ચાં પર બળાત્કાર કરાયો હતો. જેના કારણે તેમને ઊઝરડા પડયા હતા.
(૨) જે લોકો પોતાના પાળેલા પ્રાણીને આખો દિવસ રૂમમાં પુરી રાખે છે, તેમને ભૂખ્યા રાખે છે. આમ પ્રાણી ધીરે ધીરે માનવ જાત તરફ હિંસક બનતુ ંજાય છે.
(૩) કેટલાક લોકો ડૉગ ફાઇટ યોજતા હોય છે. કેટલાક પશુઓની રેસ, જલ્લીકુટ્ટી જેવી રેસ કે જેમાં બળદ પર યાતના આચરવામાં આવે છે.
(૪) કૂતરાને ખાવાનું ખવડાવતા લોકોને થતી હેરાનગતી ખાસ કરીને મહિલાઓને.
(૫) જે લોકો શેરીના પ્રાણીઓને ઝેર ખવડાવે છે કે તેમના પર એસિડ ફેંકે છે.
(૬) જે લોકો પોતાને ત્યાં જન્મેલા ગલુડીયાં કે બિલાડીના બચ્ચાંને કોથળામાં ભરીને અન્યત્ર ફેંકી આવે છે.
(૭) કેટલાક લોકો કૂતરા પર હાથે કરીને પોતાની કાર ચઢાવી દે છે.
(૮) કેટલાક લોકો રમૂજ ખાતર શિકાર કરવા કૂતરાને સાથે લઇને જાય છે.
(૯) જે લોકો કતલખાનામાં ચાર વર્ષ જેટલી નાની ઉંમરના છોકરાઓને નોકરી કરાવે છે.
(૧૦) કેટલાક લોકો પ્રાણીઓને ફટકારે છે અને પછી તે ફોટો ઇન્ટરનેટ પર મુકે છે.
(૧૧) જે લોકો પ્રાણીઓની પૂંછડી પર ટેટાની લૂમ બાંધીને ફોડે છે.
(૧૨) જે લોકો જંગલને આગ લગાડે છે.
(૧૩) પ્રાણીઓના બચ્ચાંનો ધંધો કરનારાઓ ગેરકાયદે રીતે બચ્ચાં જન્માવે છે. આ વાત દુકાનદારોને પણ લાગુ પડે છે.
(૧૪) પ્રાણીઓ સાથે સંકળાયેલા ઉદ્યોગો જેવાં કે પોટ્રીફાર્મ, ભૂંડના ફાર્મ કે ડેરીમાં પ્રાણીઓ પર યાતના ગુજારાતી હોય.
(૧૫) જે લોકો પ્રાણીઓનો સંગ્રહ કરે છે તે પણ ગુનેગારો છે. આવા લોકોને તો મનોરોગના ડોકટર પાસે લઇ જવા જોઈએ.
(૧૬) જે લોકો મંજૂરી મેળવ્યા વિના પ્રાણીઓ પર પ્રયોગો કરે છે.
(૧૭) જે લોકો પ્રાણીઓનો મનોરંજન માટે ઉપયોગ કરે છે. જેમ કે સરકસ. કેટલાક લોકો પ્રાણીઓનો ઉપયોગ કરે છે પણ તે કામ કરતા બંધ થાય એટલે તેમને ભૂખે મારે છે. આવા લોકો બાળકો અને મહિલાઓનું અપહરણ કરતા હોય છે અને પોતાનું ધાર્યું કરાવવા મહિલાઓ પર બળાત્કાર કરે છે જયારે બાળકોને અઘરા શો કરાવવા ફટકારે છે.
જે લોકો પોતાનો ગુસ્સો ઉતારવા સામનો ના કરી શકે એવા પ્રાણીઓને સતત યાતના આપે છે તે માનવજાતની સૌથી કરૂણ બાબત કહી શકાય. આવા લોકો માટે તો નર્કમાં પણ ખાસ જગ્યા રાખી હોય છે.
Comments
Post a Comment