આણંદઃ PM મોદીએ અમૂલને ગણાવી વૈશ્વિક બ્રાન્ડ, અમૂલને આપી એક ચેલેન્જ

આણંદ, તા. 30. સપ્ટેમ્બર 2018 રવિવાર

એક દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આણંદ, કચ્છ અને રાજકોટ એમ ત્રણ જિલ્લાની મુલાકાત લેવાના છે.

પીએમ મોદીએ આણંદમાં અમૂલના ચોકલેટ પ્લાન્ટનુ ઉદ્ઘાટન કરતા કહ્યુ હતુ કે આજે અમૂલનો 40 દેશમાં કારોબાર છે. અમૂલ દેશમાં જ નહી વિદેશમાં પણ જાણીતા બ્રાન્ડ બની ગઈ છે.

300 કરોડના પ્લાન્ટનુ ઉદઘાટન કર્યા બાદ તેમણે કહ્યુ હતુ કે આજે ભારત મિલ્ક પ્રોસેસિંગમાં 10મા નંબરે છે. હું અમૂલના અધિકારીઓને કહુ છું કે તેઓ ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થાય ત્યાં સુધીમાં મિલ્ક પ્રોસેસિંગમાં ભારતને દુનિયામાં ત્રીજા નંબર પર લાવીને બતાવે અને તેઓ આ કામ કરી શકે તેમ છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે જ્યારે હું સીએમ હતો ત્યારે કચ્છમાં મેં કહ્યુ હતુ કે ઉંટડીના દુધની બહુ કિંમત હોય છે ત્યારે ઘણા મારી મજાક ઉડાવતા હતા પણ આજે મારી વાત સાચી પડી છે.ઉંટડીના દૂધમાં ઘણુ પોષણ હોય છે. આજે અમૂલના પ્લાન્ટમાં બનતી ઉંટડીના દૂધની ચોકલેટની ઘણી માંગ છે. ગાયના દુધ કરતા તેનુ દુધ પણ બમણી કિંમતે વેચાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો