91,000 કરોડના દેવામાં ડુબેલી કંપનીની તરફદારી પીએમ કરે છે, ચોરની દાઢીમાં તણખલુ

નવી દિલ્હી, તા. 30. સપ્ટેમ્બર 2018 રવિવાર

91000 કરોડના દેવામાં ડુબેલી આઈએલએફએસ(ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ) કંપનીની પીએમ મોદીએ તરફદારી કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફિલ્મી અંદાજમાં કર્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે લાઈટસ કેમેરા સ્કેમ

સીન 1 ...2007, સીએમ મોદી આઈએલએફએસ કંપનીને 70000 કરોડનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ આપે છે. આજ સુધી કોઈ કામ થયુ નથી.

સીન 2...પીએમ મોદી એલઆઈસી અને એસબીઆઈમાં લગાવાયેલા લોકોના પૈસાથી 91000 કરોડની દેવાદાર આઈએલએન્ડ એફસીને બેલઆઉટ આપી રહ્યા છે

ચોરની દાઢીમાં તણખલુ

ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં 40 ટકા હિસ્સો એલઆઈસી, એસબીઆઈ અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા જેવી સરકારી કંપનીઓનો છે. જેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છેકે આ કંપની પર 91000 કરોડનુ દેવુ કેવી રીતે થઈ ગયુ...આ પૈકી 67000 કરોડ રુપિયાની લોન એનપીએ થઈ ગઈ છે.

કોંગ્રેસનો આરોપ છે કે વડાપ્રધાન કાર્યાલય, નાણા મંત્રાલય ભેગા થઈને આરબીઆઈ, સ્ટેટ બેંક, એલઆઈસી  અને નેશનલ હાઈવે ઓથોરિટી પર દબાણ કરી રહ્યા છે.

જેથી આ કંપની બેલઆઉટ થઈ શકે. કંપનીમાં 35 ટકા હિસ્સો વિદેશી કંપનીઓનો છે. આઈએલએન્ડ એફએસને બેલઆઉટ કરવાના પ્રયાસો પણ વિદેશી કંપનીઓનુ ફંડ ના ડુબે તેના માટે છે. ભારતના કરદાતાઓના પૈસા વિદેશી કંપનીઓની મદદ માટે વપરાઈ રહ્યા છે.

આઈએલએન્ડ એફસીને બચાવવા માટે એલઆઈસી, એસબીઆઈ અને ઓરિકસ કોર્પ દ્વારા 4500 કરોડના રાઈટસ ઈશ્યુ ખરીદવાનુ એલાન કરાયુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો