મહાત્મા ગાંધીના જીવનનું ઘડતર રાજકોટમાં થયું: PM મોદી

રાજકોટ, તા. 30 સપ્ટેમ્બર 2018 રવિવાર

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના ચૌધરી હાઈસ્કુલમાં સભા સંબોધન કર્યું હતું. ચૌધરી હાઈસ્કુલ ખાતેથી PM મોદીએ આઈ-વે પ્રોજક્ટ ફેઝ-3 અંતર્ગત શહેરને CCTVથી સજ્જ કરવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ સિવાય ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને પીએમ આવાસનું મોદીએ લોકાર્પણ કર્યુ હતું.

PM મોદીએ કહ્યું કે શું રાજકોટનો ગાંધી પર કોઈ હક ન હતો. શું ગાંધીનો રાજકોટ પર હક ન હતો. એવા કયા તત્વો હતા કે જેણે રાજકોટ અને ગાંધીને જુદા કરી નાંખ્યા હતા. હકીકતે જે ધરતીએ ગાંધીનું ઘડતર કર્યું જ્યાં ગાંધીના જીવનો શ્રેય તૈયાર થયો તે રાજકોટની માટીને ખૂંદતા ખૂંદતા રાજકોટનું પાણી પીતા પીતા મહાત્મા ગાંધીના જીવનની શરૂઆત થઈ હતી.

ગુજરાતની ધરતી ભાગ્યવાન છે કચ્છ કાઢિયાવાડ ગુજરાત ગર્વભેર દુનિયાને કહી શકે કે આ ધરતી એવી છે કે સુદર્સન ચર્ક ધારી મોહન અને ચરખા ધારી મોહન આપ્યા. બંને મોહને યુગો પર પ્રભાવ પાડ્યો છે. બીજી ઓક્ટોબરે મોહનદાસ કરમચંદ ગાંધી રૂપે એક યુગનો જન્મ થયો હતો. હવે રાજકોટ ગાંધી જીવનનો એક ભાગ બની ગયું છે. ગાંધી બાળપણ જીવન જાણવા આલ્ફ્રેડ સ્કૂલમાં જવું જ પડે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.

મહાત્મા ગાંધી દેશનો સૌથી મોટો વારસો છે. જે દેશ પાસે આટલી મોટી વિરાસત હોય તે અને દેશ તેનો ઋણી હોય તેવા બાપુની 150ની જન્મજયંતી સમયે સંયુક્ત રાષ્ટ્રે આપેલા શાંતિ પુરસ્કારનું સન્માન મળે તે સંયોગ છે.

બાપુના જીવનમાં સ્વચ્છતા મહત્વની બાબત હતી. આઝાદીના 70 વર્ષ થયા. ગાંધીએ માત્ર એટલું જ કહ્યું હતું કે દેશને સ્વચ્છ રાખવો જોઈએ. દરેકે કાર્યાંજલી દ્વારા સાચા અર્થમાં બાપુને સ્વચ્છ ભારત બનાવા અપીલ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ જિલ્લાઓના પ્રવાસે આવ્યા છે. આ દરમ્યાન આણંદનાં મોગર, કચ્છમાં અંજાર તથા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલનાં મેદાનમાં એમ કુલ ત્રણ જાહેર સભાઓનું સંબોધનકર્યું હતું. વડાપ્રધાન સાંજે  રાજકોટથી સીધા દિલ્હી જવા રવાના થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો