કાશ્મીરમાં આતંકવાદીઓનો પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો, એક પોલીસ જવાન શહિદ

શ્રીનગર, તા. 30. સપ્ટેમ્બર 2018 રવિવાર

આતંકવાદીઓએ ફરી એક વખત કાશ્મીરમાં પોલીસને ટાર્ગેટ કરી છે.કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ એક પોલીસ મથક પર ગ્રેનેડ ફેંક્યા બાદ ફાયરિંગ કર્યુ છે.જેમાં પોલીસનો એક જવાન શાકિબ મોઈદ્દીન શહિદ થયો છે.

એ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.આ પહેલા તંગધારમાં સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરીની કોશિશને નાકામ કરી હતી.

આમ આતંકવાદીઓએ કાશ્મીરમાં પોલીસને નિશાન બનાવવાનુ ચાલુ રાખ્યુ છે.આ પહેલા આતંકવાદીઓ પોલીસ કર્મચારીઓને નોકરી છોડવા માટે ચેતવણી આપી ચુક્યા છે અને તેની અસર હેઠળ ઢગલાબંધ પોલીસ કર્મચારીઓ રાજીનામા આપી ચુક્યા છે

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો