ભારતે સર્જિકલ સ્ટ્રાઈક પાર્ટ- ટુને અંજામ આપ્યો! રાજનાથસિંહના નિવેદનથી અટકળો
નવી દિલ્હી, તા. 29. સપ્ટેમ્બર 2018 શનિવાર
ભારતે આજથી બે વર્ષ પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની સરહદમાં ઘુસીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો.
જોકે એ પછી સરહદ પર પાકિસ્તાન દ્વારા છાશવારે ફાયરિંગ કરવામાં આવે છે, તાજેતરમાં બીએસએફના એક જવાનની પાકિસ્તાને ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી, આ જવાનનુ પાકિસ્તાનના સૈનિકોએ ગળુ કાપી નાંખ્યુ હતુ.
જોકે એ પછી યુપીના મુઝ્ઝફરપુરના એક કાર્યક્રમમાં ગૃહમંત્રી રાજનાથસિંહે આ મામલે એવુ નિવેદન કર્યુ છે. જેનાથી ભારતે સર્જિકલ સ્ટ્રાઈક પાર્ટ ટુ પણ કર્યો હોવાની અટકળો શરુ થઈ છે.
રાજનાથસિંહે કહ્યુ હતુ કે બીએસએફ જવાન સાથે પાકિસ્તાને કરેલી હરકત બાદ બે દિવસ પહેલા અમારી તરફથી પણ ઠીકઠાક કાર્યવાહી થઈ છે, હું વધારે નહી કહું પણ મારો વિશ્વાસ કરજો જે પણ થયુ છે એ ઠીક ઠાક થયુ છે, આગળ પણ જોતા જજો શું થાય છે.
Comments
Post a Comment