IL & FS ભારતની લેહમેન બ્રધર્સ પુરવાર થશે?

એલઆઈસી ડૂબતી આઇએલ એન્ડ એફએસને બચાવવા નીકળી છે, પણ...

વર્ષો પહેલા પાઠયપુસ્તકોમાં આપણને ભણાવાયું હતું કે શેરબજાર અર્થતંત્રનું બેરોમીટર છે. આપણી અર્થવ્યવસ્થા સેન્સેક્સ પર અવલંબિત નથી, પણ તેમાં થતા ઉતાર-ચઢાવને આધારે તમે નક્કી કરી શકો છો કે દેશની આર્થિક હાલત કેવી છે.

કાગળનું વિમાન ઉડાડીને પવનની દિશા અને તેનું જોર ચેક કરી શકાય એવી કંઈક આ વાત છે.  આજના પાઠયપુસ્તકોમાં આવી કોઈ વાત લખેલી હોય તો તે તુરંત રદ કરવી જોઈએ.

કેમ કે હાલ આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે બીજે બધે મંદી હોય તો પણ શેરબજાર કૂદાકા માર્યા કરતું હોય છે. યા ઇલાહી યે માજરા ક્યા હૈ!?

મોંઘું થતું ક્રૂડ ઓઇલ, સસ્તો થતો જતો રૂપિયો, વધતો ફુગાવો, વધતી એનપીએ, ટ્રેડ વોર આ બધા જ સમાચાર વચ્ચે પણ દલાલ સ્ટ્રીટનો આખલો મદોન્મત બન્યો હતો. ૨૮ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ સેન્સેક્સ ફાટીને ૩૯,૦૦૦એ પહોંચી ગયો હતો, પરંતુ સાચું ચિત્ર આખરે દેખાઈને જ રહ્યું. છેલ્લા એક મહિનામાં ૨૦૦૦ પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો.

જેને આખલો સમજતા હતા તે રીછડું નીકળ્યું.  ૨૧ સપ્ટેમ્બરે એક જ દિવસમાં ૫૩૬ પોઇન્ટ તૂટયો. રૂા.૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ધોવાઈ ગયા! (અંકે રૂપિયા દસ લાખ કરોડ પૂરા) પેલું જો પાઠયપુસ્તકમાં લખેલું હોય તો તેને છેકતા નહીં. હવે શેરબજાર ફરી દેશના અર્થચક્રની યથાસ્થિતિને રીપ્રેઝન્ટ કરવા લાગ્યું છે. તેની વાસ્તવિક સેલ્ફી પ્રસ્તુત કરવા માંડયું છે.

અત્યારે આ આર્ટીકલ લખાઈ રહ્યો છે ત્યારે માર્કેટ ૨૧૮ પોઇન્ટ સંકોચાઈને ૩૬,૩૨૪એ બંધ થયું છે. યાને કે છેલ્લા એક માસમાં ૨૭૦૦ પોઇન્ટનું ડિમોલિશન થયું છે. શેરબજાર નવમા માળેથી પડતું મૂકનારી વ્યક્તિની જેમ શામાટે વર્તી રહ્યું છે? આમ તો એકાધિક જવાબ હોય, પણ સૌથી ઠોસ છે, આઇએલ એન્ડ એફએસ યાને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઇનેન્શિયલ સર્વિસીઝ.

૧૯૮૭માં સેન્ટ્રલ બેંક ઑફ ઇંડિયા, એચડીએફસી અને યુટીઆઈએ મળીને આઇએલ એન્ડ એફએસની સ્થાપના કરી હતી. અત્યારે તેમાં એલઆઈસી, એસબીઆઈ, જાપાનની ઓરિક્સ કોર્પોરેશન અને દુબઈની આડીયા સામેલ છે.  આઇએલ એન્ડ એફએસ મોટી-મોટી પરિયોજનાઓ હાથ પર ધરે છે અને પાર પાડે છે. સફળતાપૂર્વક પાર પાડે છે કે નિષ્ફળતાપૂર્વક એની ચર્ચા આગળ કરીશું.

મોટી-મોટી પરિયોજના યાને રોડ બાંધવો, પૂલ બાંધવો, ફ્લાય ઓવર બનાવવો વગેરે. તે મોટા-મોટા સરકારી અને બિનસરકારી પ્રોજેક્ટ્સને ફાઇનેન્સ કરે છે. જોકે એટલું કરીને સંતોષ માની લેતી નથી. તે પ્રોજેક્ટની સમગ્ર  પ્રક્રિયામાં નિર્માતાની સંગાથે રહે છે. બનારસના ઘાટની સાફ-સફાઈથી લઈને  સ્માર્ટ સિટી સુધીની યોજનાઓમાં પૈસાનું પાણીઢોળ કરે છે. 

ગુજરાત એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીની કો-ડેવલોપર છે તો લેહને કાશ્મીર સાથે જોડતી ૧૪.૨ કિલોમીટર લાંબી સુરંગ બનાવવાનો કોન્ટ્રેક્ટ તેની ભગિની સંસ્થા  આઇટીએનએલ પાસે છે. તેની અન્ય એક પેટા કંપની રાજસ્થાન સરકાર સાથે મળીને પાવર પ્લાન્ટ વિકસિત કરી રહી છે.

આ તો પરિચય હતો. હવે સમસ્યા પર આવીએ. માની લો કે તમારી પાસે સારી એવી પ્રોપર્ટી છે. તમે ગામમાં ૧૦ જગ્યાએથી ઉછીના પૈસા લો છો. અવધિ પૂરી થયે લેણદાર તમારી પાસે પૈસા માગવા આવે તો તમે કહો છો કે રાહ જોને. હમણા આપી દઉં. તે કડક ઉઘરાણી કરે તો તમે સંપત્તિનું લિસ્ટ બતાડશો ને કહેશો, મારી પાસે આટલી મિલકત છે. કંઈ ભાગી થોડો જવાનો છું. ધીરો ખમને. (કોના દીધા ને તારા રઈ ગ્યા!)

દેવુ વધી ગયું હોય તો તમારે શું કરવું પડે. એ સંપત્તિ વેચવી પડે. તમે વેચતા પણ નથી. યાને કે તમે રોકડાની અછતથી પીડાઈ રહેલા માલેતુજાર છો. આઇએલ એન્ડ એફએસની હાલત પણ કંઈક આવી જ છે. તેણે જેની પાસેથી પૈસા લીધેલા છે તેને તે પાછા કરી શકતી નથી.  હમણા તેણે આઇડીબીઆઈને ઇએમઆઈમાં ઠેંગો આપ્યો.

સિડબી (સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ડેવલોપમેન્ટ બેંક ઑફ ઇંડિયા)ના રૂપિયા ૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (અંકે રૂપિયા પૂરા એક હજાર કરોડ)નો ભમરડો કરી નાખ્યો. સિડબી તો એક નાનકો લેણદાર છે. સરકારી પ્રોજેક્ટ્સમાં પૈસા લગાડતી આઈએલ એન્ડ એફએસના માથા પર રૂા.૯,૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (અંકે રૂપિયા એકાણું હજાર કરોડ પૂરા)નું દેવું છે. જે તેને પાછું દેવું છે, પણ દઈ શકતી નથી. 

તમે દેવામાં ડૂબી ગયા છો એ વાત તો માઉથ પબ્લિસિટીથી આખા ગામમાં ફેલાઈ જશે, પણ કોઈ મોટી કંપની ફડચામાં છે કે કેમ તેની વાત કોણ કરશે? સાચો જવાબ છે, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ. આઇએલ એન્ડ એફએએસનું ક્રેડિટ રેટિંગ ટ્રીપલ એ હતું, જે બેસ્ટમબેસ્ટ કહી શકાય. રેટિંગ એજન્સીઓએ તેનું રેટિંગ નીચે લાવી દેતા શેરબજાર ચણાના ઝાડ પરથી હેઠું ઊતરવા લાગ્યું.

એકેય દરવાજો ખુલ્લો ન મળતા આઇએલ એન્ડ એફએસે શેરધારકો પાસે બેલઆઉટ પેકેજ માગ્યું. શેરધારકો કહે છે, સંપત્તિ વેચો અને દેવું ચૂકવો. કહે છે કે જહાજ ડૂબતું હોય ત્યારે સૌથી પહેલા ઉંદરડા ભાગે છે. એ મુજબ આઇએલ એન્ડ એફએસની સિસ્ટર કન્સર્ન આઇએફઆઇએનના પાંચ ડિરેક્ટર્સે રાજીનામું આપ્યું.

આઇએલ એન્ડ એફએસની એક-બે નહીં, પૂરી ૮૨ સહાયક કંપનીઓ છે. તેમની પાસે દેવુ ચૂકવવા માટે પર્યાપ્ત સંપત્તિ નથી. તમિલનાડુ પાવર કંપની લિમિટેડે રૂા.૩૮૨ કરોડની ખોટ કરી છે, જે તમામ ૮૨ ગૌણ કંપનીઓમાં સૌથી ઝાઝી છે. રાજનદાદા કહે છે કે ૨૦૦૮ જેવી મંદી પાછી આવશે. 

અમસ્તા નથી કહેતા. આઇએલ એન્ડ એફએસનું સંકટ અમેરિકાની લેહમેન બ્રધર્સના ઉઠમણાની સમકક્ષ જોવામાં આવી રહ્યું છે. લેહમેન બ્રધર્સના ઉઠમણાનું ચેઇન રીએક્શન આવતા બીજી અનેક કંપનીઓ બંધ થઈ, શેરબજાર ધરાશાયી થયું, તેના કાટમાળ નીચે લાખો નોકરીઓ દટાઈ ગઈ. ભગવાન કરે ઇંડિયામાં આવું કંઈ નો થાય.

આઇએલ એન્ડ એફએસ કોમર્શિયલ પેપર્સમાં પણ ડીફોલ્ટર જાહેર થઈ ચૂકી છે. કોમર્શીયલ પેપર વળી કઈ બલા છે? જાણી લઈએ. પર્સનલ લોન અને હોમ લોનમાંથી પર્સનલ લોનના વ્યાજ દર ઊંચા હોય છે. કેમ કે તેમાં તમારી પાસેથી કોઈ વસ્તુ ગીરવે લેવામાં આવતી નથી. આમ પર્સનલ લોન અસલામત હોવાથી તેના વ્યાજદર ઊંચા હોય છે અને હોમ લોનના ઓછા ઊંચા (ભારતમાં નીચા વ્યાજદર ક્યાંય હોતા જ નથી!)

એવી જ રીતે કોમર્શીયલ પેપર્સ એક અસુરક્ષિત લોન જેવા છે. ગમે તે કંપની કોમર્શીયલ પેપર્સ ઇશ્યૂ કરી શકે નહીં. તેના માટે ઊંચા રેટિંગ મળવા જરૂરી છે. તેની વાત આગળ  ફરીથી કરીશું. પહેલા એ સમજીએ કે કંપનીને પૈસાની તંગી ઊભી કેવીરીતે થઈ? આઇએલ એન્ડ એફએસે વધારે પડતા સરકારી પ્રોજેક્ટ્સમાં પૈસા લગાડી દીધા હતા.

સરકારની પૈૈસા ચૂકવવાની ઢીલી નીતિ કંપનીના ગળાનો ગાળિયો બની ગઈ છે. હવે તેની પાસે પૈસા ખૂટી પડયા હોવાથી જે કામ ચાલુ છે, તે પણ અટકી ગયાં છે. દરમિયાન વસ્તુઓના ભાવ વધતા જતા હોવાથી પ્રોજેક્ટ્સની એસ્કેલેશન કોસ્ટ લિફ્ટની જેમ ઊંચી ચડતી જાય છે.

કઈ-કઈ મોટી કંપનીઓના પૈસા આમાં રોકાયેલા છે તે યાદ કરો. એલઆઈસીની તેમાં ૨૫ ટકા હિસ્સેદારી છે. તેનો શેર એક દિવસમાં ૧૦ ટકા તૂટયો હતો. જો આઇએલ એન્ડ એફએસ બંધ થશે તો સરકારની ઘણી બધી યોજનાઓ ઇચ્છાની જેમ અધૂરી રહી જશે. 

૨૦૧૪માં તેના શેરની કીમત હતી ૨૪૦ રૂપિયા. આજે ૨૩થી ૨૪ રૂપિયા થઈ ગઈ છે. ૯૦ ટકા ધોવાણ થઈ ગયું છે. પેટ્રોલ અને ડોલર તો ઘી અને કપૂરનું કામ કરી રહ્યાં છે. યજ્ઞાવેદીમાં જે સમીધ છે એ તો આઈએલ એન્ડ એફએસ છે. જારવજો બાપલિયા!

કોમર્શીયલ પેપર્સની વાત ફરીથી કરીએ. મોટી-મોટી બેંકો અને મ્યુચ્યલ ફંડ્સે તેમાં પૈસા રોકેલા હોય છે. કોમર્શિયલ પેપર્સ અસુરક્ષિત હોવા છતાં પ્રમાણમાં ઓછાં જોખમી અને વધુ વળતર આપનારાં માનવામાં આવે છે. જ્યારે કોમર્શિયલ પેપર્સ ડૂબે ત્યારે સમજવું કે પાણી માથાનીય માથે જતું રહ્યું છે.

એલઆઈસીએ ભરોસો આપ્યો છે કે તે આઇએલ એન્ડ એફએસને ડૂબવા નહીં દે. કરોડો પોલીસી ધારકોએ એલઆઈસી પર મૂકેલા ભરોસાનું શું? ભરોસાની ભેંસ ક્યાંક પાડો ન જણે. ડૂબતાને બચાવવા જનારો પણ ડૂબી જતો હોવાના બનાવો ઘણી વાર આપણે છાપાંમાં વાંચી ચૂક્યા છીએ.

એસબીઆઈના પણ પૈસા છે, વિદેશી સંસ્થાઓના પણ આમાં પૈસા છે. સરકાર પોતે આમાં કંઈ સીધો હસ્તક્ષેપ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું, કેમ કે જે પ્રોજેક્ટ્સ આઈએલ એન્ડ એફએસ ચલાવી રહી છે, તે સરકારના જ છે. આઇએલ એન્ડ એફએસના ખસ્તાહાલનાં ખબર છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી તેનું ભરવાનું થતું રૂપિયા ૭૦૦ કરોડનું બિલ ચૂકવવા આગળ આવી છે. આ રકમ જોકે ચણા-મમરા જેવી છે. આઈએલ એન્ડ એફએસનું દેવું રૂા.૯૧,૦૦૦ કરોડ છે.

તમિલનાડુ પાવર કંપની લિમિટેડે જે હદને ખોટ કરી છે તેને ધ્યાને લઈને તેને એનસીએલટીમાં લઈ જવામાં આવી છે. કોઈ કંપનીને એનસીએલટીમાં લઈ જવા-નું અર્થઘટન દેવાળુ ફૂંકવા સરીખું કરવામાં આવે છે. અહીં નિર્દેશકોને છૂટા કરીને કંપનીને લીલામ કરી દેવામાં આવે છે. હરાજીમાંથી મળેલા પૈસા દ્વારા દેવા ચૂકતે કરાય છે.  બોલી લગાઈયે સાહિબાન...

ટૂંકા ગાળાના રોકાણકારો માટે અત્યારે શેરબજારમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. ઘણા બધા શેરો બાવન સપ્તાહની નીચલી સપાટીએ છે. ૩૦ બ્લૂ ચીપ શેરના આધારે કદાચ સેન્સેક્સ કૂદાકા મારે તોય બહુ ભરમાવું નહીં. ઘણી વાર તો લાગે છે કે સેન્સેક્સ અર્થતંત્ર તો શું સ્વયં શેરબજારનું પણ બેરોમીટર પુરવાર થઈ શકતો નથી. (કાઢી નાખો પેલી વાત પાઠય પુસ્તકોમાંથી!) ગણતરીના શેર સિવાય બધા જ શેર નીચા હોય તો શું સમજવાનું!? મ્યુચ્યલ ફંડ્સના રોકાણકારોએ એક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે. કોમર્શીયલ પેપર્સવાળા મ્યુચ્યલ ફંડ્સમાં હાથ નાખ્યો હોય તો જલદી પાછો કાઢી લેજો.

વર્ષો પહેલા પાઠયપુસ્તકોમાં આપણને ભણાવાયું હતું કે શેરબજાર અર્થતંત્રનું બેરોમીટર છે. આપણી અર્થવ્યવસ્થા સેન્સેક્સ પર અવલંબિત નથી, પણ તેમાં થતા ઉતાર-ચઢાવને આધારે તમે નક્કી કરી શકો છો કે દેશની આર્થિક હાલત કેવી છે. કાગળનું વિમાન ઉડાડીને પવનની દિશા અને તેનું જોર ચેક કરી શકાય એવી કંઈક આ વાત છે. 

આજના પાઠયપુસ્તકોમાં આવી કોઈ વાત લખેલી હોય તો તે તુરંત રદ કરવી જોઈએ. કેમ કે હાલ આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે બીજે બધે મંદી હોય તો પણ શેરબજાર કૂદાકા માર્યા કરતું હોય છે. યા ઇલાહી યે માજરા ક્યા હૈ!?

આજની નવી જોક

અંગ્રેજી બોલવાનો ફીવર ચડયા પછી...

લીલી (શાકવાળાને) Give me 1 kg destroyed husband.

શાકવાળોઃ શું?

લીલીઃ destroyed husband.

શાકવાળોઃ શું?

લીલીઃ destroyed husband.

શાકવાળાને એક કલાક પછી સમજાયું કે ભાભી નાશપતિ માગે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો