પાંચ કરોડ ફેસબુક એકાઉન્ટમાં હેકર્સની ઘુસણખોરી, ભારતીયોના એકાઉન્ટ પણ સામેલ

વોશિંગ્ટન,તા. 29. સપ્ટેમ્બર 2018 શનિવાર

ફેસબૂકના CEO માર્ક ઝુકરબર્ગે ચોંકાવનારી કબૂલાત કરતા કહ્યુ છે કે હેકર્સ દ્વારા પાંચ કરોડ ફેસબુક યુઝર્સના એકાઉન્ટમાં ઘૂસણખોરી કરવામાં આવી છે.

આ પાંચ કરોડ ફેસબૂક એકાઉન્ટમાં ભારતીયોના એકાઉન્ટ પણ સામેલ છે. આ મામલામાં ઝુકરબર્ગે પત્રકારો સાથે વાત કરી હતી. જોકે કયા દેશના કેટલા યુઝર્સના એકાઉન્ટ પ્રભાવિત થયા છે તેની જાણકારી તેમણે આપી નહોતી.

જોકે તેમાં ભારતીયોના એકાઉન્ટની સંખ્યા મોટી હોવાનુ મનાય છે કારણકે ફેસબૂકના 2 અબજ યુઝર્ઝમાં 27 કરોડ યુઝર્સ ભારતીય છે.

ઝુકરબર્ગે કહ્યુ હતુ કે ફેસબુકની એન્જિનિયરિંગ ટીમે શોધી કાઢ્યુ હતુ કે ફેસબૂકના view as ફીચરની ખામીનો ફાયદો હેકર્સે ઉઠાવ્યો હતો. આ ફીચરથી ફેસબૂક યુઝર જોઈ શકે છે કે તેની પ્રોફાઈલ બીજાના આઈડી થકી જોવાથી કેવી દેખાય છે. હેકર્સે આ ફીચર થકી ફેસબૂકના એક્સેસ ટોકન ચોરી લીધા છે. આ એક પ્રકારની ડિજિટલ ચાવી છે. જેનાથી હેકર એકાઉન્ટ સુધી પહોંચવામાં સફળ થયા છે.

ઝુકરબર્ગે કહ્યુ હતુ કે અમન ખબર નથી કે કોઈ એકાઉન્ટનો ખોટો ઉપોયગ થયો છે કે કેમ જોકે અમે view as ફીચરને હાલમાં હટાવી લીધુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો