ભાજપે સોશ્યલ મીડિયા પર શેર કર્યા સર્જિકલ સ્ટ્રાઈકના ઓરિજિનલ ફોટોગ્રાફ

નવી દિલ્હી, તા. 29. સપ્ટેમ્બર 2018 શનિવાર

સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂરા થયા છે. 2016માં ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ભારતની સેનાએ તેનો બદલો લેવા માટે પાકિસ્તાનની સરહદમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

આ સર્જિકલ સ્ટ્રાઈકના કેટલાક નવા ફોટોગ્રાફ ભાજપ દ્વારા ટ્વીટર પર પાર્ટીના સત્તાવાર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકનો એક વીડિયો પણ જારી કરાયો છે. જેમાં ફૂટેજની સાથે સાથે પીએમ મોદીના કેટલાક ભાષણોના અંશ પણ સામેલ કરવામાં આવ્યા છે.

ટ્વીટર પર ભાજપે ફોટા શેર કરવાની સાથે સાથે લખ્યુ છે કે જેમણે આ સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો તે જવાનોને સલામ. 

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ